ગુજરાત

વડોદરામાં 70 વર્ષના વૃદ્ધ સાથે તેની પુત્રીએ જ ઠગાઈ કર્યાની ઘટના , મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું કહીને આ સમગ્ર ખેલ પાડ્યો હતો.

પુત્રી અને તબીબે વડોદરામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું કહીને આ સમગ્ર ખેલ પાડ્યો હતો. નૃદ્ધે પુત્રી અને તબીબ તથા તેની પત્ની સામે રાવપુરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં 70 વર્ષના વૃદ્ધ સાથે તેની પુત્રીએ જ ઠગાઈ કર્યાની ઘટના સામે આવી છે. 70 વર્ષના વૃદ્ધે પુત્રી અને તેના તબીબ મિત્રની વાતોમાં આવીને આટલી મોટી રકમ આપી હતી. પુત્રી અને તબીબે વડોદરામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું કહીને આ સમગ્ર ખેલ પાડ્યો હતો. નૃદ્ધે પુત્રી અને તબીબ તથા તેની પત્ની સામે રાવપુરા પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રાવપુરા ના ખારીવાવ રોડ પર ત્રિમૂર્તિ હાઉસમાં રહેતા વૃદ્ધ હિમાંશુ શ્રીરામ સંગમનેરે આ ફરિયાદ નોંધાવી હતી. 2020 માં પુત્રી કલ્યાણી તથા ડોકટર નિશાંત શાહ અને તેની પત્ની અમી ત્રણે એ હોસ્પિટલ બનાવવા 2.39 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યાં હતાં. જોકે ઘણા લાંબા સમય બાદ પણ રૂપિયા પરત ન આપતા વૃદ્ધે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button