ગુજરાત
શ્રી રામ જન્મભૂમિ ખાતે આકાર લઈ રહેલાં શ્રી રામ મંદિરના કળશનું જુનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરાયું કળશ પૂજન
જુનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની સભા વચ્ચે આ શ્રી કળશ પૂજનનો અવસર યોજાયો

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી નીકળેલા અને અને પ્રાંત પ્રાંતમાં પૂજન થઈ રહેલા અક્ષત્- કળશનું જુનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ધામધૂમપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોની સભા વચ્ચે આ શ્રી કળશ પૂજનનો અવસર યોજાયો હતો. આ શ્રી કળશ પૂજન સભામાં જુનાગઢ શહેરના ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા તથા જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા તથા આર.એસ.એસના કાર્યકરોએ ઉપસ્થિત રહીને કોઠારી સ્વામીશ્રી પૂજ્ય ધર્મવિનય સ્વામી સાથે માંગલિકવિધિ, વચ્ચે આ શ્રી કળશનું ધામધૂમ પૂર્વક ભક્તિભાવ સાથે પૂજન કર્યું હતું અને શ્રી કળશને મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. સભાના અંતે ઉપસ્થિત તમામ હરિભક્તોએ પણ શ્રી કળશ પૂજન વિધિ કરી હતી.

Poll not found



