વિશ્વ

જાપાનમાં હજુ ભૂકંપની આફત અને ત્યારબાદના નુકસાનની ચિંતા ચાલી રહી છે ત્યાં જ ટોકયોના હાનેડા એરપોર્ટ પર આજે એક મુસાફર વિમાન કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાઇ પડતા 367 મુસાફરો ધરાવતા આ વિમાનમાં આગ ફાટી નીકળી હતી.

હાનેડા વિમાની મથકે મોટી દુર્ઘટના થતી રહી ગઇ : જાપાન એરલાઇનનું મુસાફર વિમાન એક અન્ય કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાયું હોવાની આશંકા

જાપાનમાં હજુ ભૂકંપની આફત અને ત્યારબાદના નુકસાનની ચિંતા ચાલી રહી છે ત્યાં જ ટોકયોના હાનેડા એરપોર્ટ પર  આજે એક મુસાફર વિમાન કોસ્ટગાર્ડના વિમાન સાથે અથડાઇ પડતા 367 મુસાફરો ધરાવતા આ વિમાનમાં આગ ફાટી નીકળી હતી. જોકે એરપોર્ટ પર ફાયર બ્રિગેડે અત્યંત અસાધારણ સ્થિતિમાં આ વિમાનના તમામ મુસાફરોને સલામત ઉગારી લીધા હતા. જાપાન એરલાઇનનું આ વિમાન હનેડા એરપોર્ટ પર લેન્ડીંગ કરી રહ્યું હતુ ત્યારે તેની બીજા વિમાન સાથે અથડાયું હતું. બંને વિમાનોની અથડામણ શા માટે થઇ તેના કારણો હજુ બહાર આવ્યા નથી. હાનેડા એ વ્યસ્ત વિમાની મથકમાં સ્થાન ધરાવે છે. કોસ્ટગાર્ડના વિમાનને પણ નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. આ આગના કારણે રન-વે પર જવાળાઓ જોઇ શકાતી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button