ભારત

દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય

લેખિત જવાબ મોકલી ઉઠાવ્યા હતા સવાલો , આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. અરવિંદ કેજરીવાલે પોતાનો જવાબ EDને મોકલી દીધો છે. તેમની પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)નું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ EDની તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છે, પરંતુ તપાસ એજન્સીની નોટિસ ગેરકાયદેસર છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને ચૂંટણી પ્રચારથી રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પહેલા નોટિસ મોકલવા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રીજી નોટિસ મોકલીને 3 જાન્યુઆરીએ હાજર થવાનું કહ્યું હતું. અગાઉ બે વખત નોટિસ મળવા છતાં તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. આ ક્રમને યથાવત રાખતા અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત ED સમક્ષ હાજર થયા નથી.

આ પહેલા પણ ED દ્વારા પાઠવવામાં આવેલા 2 સમન્સને લઈને અરવિંદ કેજરીવાલે લેખિત જવાબ મોકલીને સવાલો ઉભા કર્યા હતા. તેમણે સમન્સને ગેરકાયદેસર અને રાજકીય પ્રેરિત ગણાવીને પૂછપરછમાં સામેલ થયા નહતા.પહેલા અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા 2 નવેમ્બર અને 21 ડિસેમ્બર 2023ના રોજ હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. જ્યારે બીજુ સમન્સ દિલ્હીના આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવ્યું ત્યારે તેઓ વિપશ્યના ધ્યાન માટે ચાલ્યા ગયા હતા.

હવે સવાલ એ ઊભો થાય છે કે અરવિંદ કેજરીવાલને વારંવાર સમન્સ પાઠવનાર ED પાસે કોઈ વિકલ્પ છે કે કેમ? હકીકતમાં જો દિલ્હીના સીએમ ત્રીજા સમન્સ પર પણ હાજર નહીં થાય તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વરિષ્ઠ વકીલ ગીતા લુથરાના જણાવ્યા અનુસાર, પ્રક્રિયા એવી છે કે EDના સમન્સ પર હાજર ન થવા પર જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે છે અને તેમ પછી પણ હાજર ન થાય તો બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે છે. જો તે પછી પણ વ્યક્તિ હાજર ન થાય તો ધરપકડની જોગવાઈ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button