ગુજરાત

અભયમ 181 હેલ્પલાઈનને 2023માં 98830 કોલ્સ મળ્યા જે અત્યાર સુધીના સૌથી વધુ પાંચ વર્ષમાં 61 ટકાની વૃદ્ધિ

ગુજરાતમાં ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે આશિર્વાદ સમાન અભ્યમ 181 જે હેલ્પલાઈન પર ‘કોલ’નો મારો સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ માટે આશિર્વાદ સમાન અભ્યમ 181 જે હેલ્પલાઈન પર ‘કોલ’નો મારો સતત વધી રહ્યો છે. 2023માં 98830 કોલ થયા હતા અર્થાત દર પાંચ મીનીટે એક કોલ થયો હતો. ઘરેલુ હિંસાના કેસો વધતા રહ્યા હોય તેમ 2019ની સરખામણીએ 61 ટકાનો મોટો વધારો છે જયારે 2022 કરતા 17 ટકાનો વધારો થયો છે. 2014માં પ્રારંભ થયા બાદ 2023માં સૌથી વધુ કોલ થયા છે.

હેલ્પલાઈનના કો-ઓર્ડીનેટર ફાલ્ગુની પટેલે કહ્યુ કે, ઘરેલુ હિંસાના પરિબળો સમાન જ છે પરંતુ આ કાયદા વિશે વધેલી જાગૃતિ તથા સરકારી વિભાગની મદદ લેવાની વધેલી હિમ્મતથી પૈસાની સંખ્યા વધી છે. કોરોનાકાળના વર્ષ 2027થી હેલ્પલાઈનમાં કોલ્સની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉનમાં ફરજીયાત ઘરમાં પુરાવુ પડયુ તેને કારણે અનેક સમસ્યા સર્જાઈ હતી. ત્યારપછી પણ સામાજીક-આર્થિક કારણોસર ઘરેલુ હિંસાના કેસોમાં સતત વધારો છે.
સમગ્ર ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસોનો વાર્ષિક વધારો 16 ટકા છે જયારે અમદાવાદમાં 23 ટકાનો છે. માત્ર અમદાવાદમાં જ કોલ્સની સંખ્યા ગત વર્ષના 14344થી વધીને 17642 થઈ હતી.

અમદાવાદમાં મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત બીન સરકારી સંગઠનના કહેવા પ્રમાણે ઘરેલુ હિંસાના કેસો પોલીસ રેકોર્ડ કરતા ઘણુ વધુ છે. કારણ કે દરેક પોલીસ હેલ્પલાઈનની મદદ લેતા નથી. સંગઠન સમક્ષ આવતા કેસોની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ છે. દારૂના વ્યસનથી માંડીને વૈવાહિક સંબંધો જેવા કારણો આવતા હોય છે. મોટાભાગે મધ્યસ્થીની જ માંગ થાય છે અને વિધિવત ફરિયાદ કરવાનું ટાળવામાં આવતુ હોય છે. મહિલાઓ ‘અવાજ’ ઉઠાવતી થઈ તે સારી વાત છે.

મહિલાઓને હેરાનગતિ-કનડગત તથા હડધૂત કરવાના કોલ્સ 45 ટકા વધ્યા છે જયારે કસ્ટડી વિવાદ સંબંધી કોલ્સમાં 17 ટકાનો વધારો છે.
અભયમ ટીમના સૂત્રોએ કહ્યું કે હેલ્પલાઈનની મદદ માંગતી મહિલાઓ હવે પિતાના ઘેર જવાને બદલે સખી વનસ્ટોપ સેન્ટરમાં જ રહેવાનુ પસંદ કરે છે.

ઘરેલુ હિંસાના આંકડા
* દર પાંચ મીનીટે સરેરાશ 1 કોલ
* ગુજરાતમાં હેલ્પલાઈનને દર કલાકે સરેરાશ 25 કોલ્સ
* છેલ્લા પાંચ વર્ષમાં હેલ્પલાઈન કોલ્સમાં 61 ટકાની વૃદ્ધિ
* હેરાનગતિ-ધુત્કારવાના કેસોમાં વાર્ષિક ધોરણે 45 ટકાનો મોટો વધારો
* અભયમ હેલ્પલાઈનને મદદ માટે થતા કોલ્સમાં વાર્ષિક 17 ટકાનો વધારો

News Click 24

Poll not found

Related Articles

Back to top button