ગુજરાત

લોકસભા ચૂંટણી પુર્વે કેસરીયા-મહોત્સવ યોજાશે , આગામી દિવસોમાં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરો સહિતના અનેક સ્થાનિક સ્તરના મોટા માથાઓને કેસરીયા કરાવશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પુર્વે ભાજપે શરૂ કરેલા વિપક્ષ તોડો અભિયાનમાં એક તરફ રાજય સ્તરે પ્રદેશ પ્રમુખ ભરત બોઘરાના નેતૃત્વમાં ‘કમીટી’ બનાવી છે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પુર્વે ભાજપે શરૂ કરેલા વિપક્ષ તોડો અભિયાનમાં એક તરફ રાજય સ્તરે પ્રદેશ પ્રમુખ ભરત બોઘરાના નેતૃત્વમાં ‘કમીટી’ બનાવી છે અને તેમાં પહેલા વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય ભુપત ભાયાણી તથા ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલને ધારાસભામાંથી રાજીનામુ અપાવીને હવે લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણીમાં યોજવામાં હજું વિપક્ષના 6થી7 ધારાસભ્યો ટાર્ગેટ પર છે તે સમયે હવે રાજકોટમાં પણ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા પુર્વ મેયર પ્રદિપ ડવ તથા પુર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયાની કમીટી બનાવી છે.

આગામી દિવસોમાં કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરો સહિતના અનેક સ્થાનિક સ્તરના મોટા માથાઓને કેસરીયા કરાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે હાલ વ્યક્તિગત ‘સંપર્ક’ શરૂ થઈ ગયા છે અને આગામી દિવસોમાં એક મોટા આયોજનમાં પ્રદેશ નેતૃત્વની હાજરીમાં સાગમટે કેસરીયા કરાવશે. કમીટીના સૂત્રોના જણાવ્યા મુજબ સમાજ વિચારધારા વાળા પર હાલ ધ્યાન કેન્દ્રીત છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશ દોશીએ એક વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ લગભગ ખત્મ થઈ છે અને જેઓને નિસ્વાર્થ રીતે લોકોની સેવામાં જોડાઈને કામ કર્યુ છે તે તમામ પક્ષોના કાર્યકર્તાઓ આવકાર્ય છે. અમો કોઈને ‘તોડવા’ નહી પણ ‘જોડવા’ જઈ રહ્યા છીએ.

News Click 24

Poll not found

Related Articles

Back to top button