અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં 22મીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર ભારત જ નહિં પણ દુનિયાભરમાં ઉત્સાહનો માહોલ છે.
55 થી વધુ દેશોમાં વિશ્ર્વ હિન્દૂ પ્રવાસી ભારતીયોનાં માધ્યમથી તેની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. આ સિવાય પ્રવાસી ભારતીયોનાં અનેક સંગઠન પણ પોતાના સ્તરે આયોજન કરી રહ્યા છે.

અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં 22મીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર ભારત જ નહિં પણ દુનિયાભરમાં ઉત્સાહનો માહોલ છે. ફ્રાન્સમાં જયાં એફીલ ટાવર સુધી રથયાત્રા કાઢવાની તૈયારી છે ત્યારે અમેરીકામાં કેલિફોર્નીયામાં વિશાળ કાર રેલી કાઢવામાં આવશે.ન્યુયોર્કમાં ટાઈમ સ્કવેર સહિત અનેક સ્થળોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું સીધુ પ્રસારણ કરવામાં આવશે.
આ સિવાય કેનેડા, ઓસ્ટ્રેલીયા, સહીત અનેક દેશોમાં પણ પૂજન, કીર્તન અને સામુહીક અનુષ્ઠાનનાં આયોજનો પ્રસ્તાવીત છે. આયોજનોમાં સામેલ થવા માટે ઓનલાઈન સંપર્ક અને રજીસ્ટ્રેશન પણ થઈ રહ્યા છે.
55 થી વધુ દેશોમાં વિશ્ર્વ હિન્દૂ પ્રવાસી ભારતીયોનાં માધ્યમથી તેની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. આ સિવાય પ્રવાસી ભારતીયોનાં અનેક સંગઠન પણ પોતાના સ્તરે આયોજન કરી રહ્યા છે.
હિન્દુ મંદિર એમ્પાવારમેન્ટથી કાઉન્સીલે નોર્થ અમેરીકાથી લઈને કેનેડા સુધીનાં મંદિરોમાં પૂજન અને દીપોત્સવનાં આયોજનનો નિર્ણય લેવાયો છે. પ્રાણ પ્રતિષ્ઠા ભારતીય સમય અનુસાર બપોરે લગભગ 12-30 વાગ્યે થશે. એ સમયે પેરીસમાં સવાર અને અમેરીકામાં મોડી રાતનો સમય હશે.દુનિયાનાં અલગ અલગ ભાગોમાં અલગ અલગ ટાઈમ ઝોનને લઈને ત્યાં રામોત્સવના આયોજનનો સમય પણ તે અનુસાર નકકી કરાયો છે.



