ગુજરાત

દહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના બાદ પોલીસ એક્શનમાં જોવા મળી હતી. સંગ્રહ ઘટનામાં બે વ્યક્તિના વધુ પડતા દારૂના સેવન કે અન્ય કોઈ બીમારીથી મોત થતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

દહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. FSL નો રિપોર્ટ આવી ચુક્યો છે. FSL રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે.

આ ઘટના બાદ પોલીસ એક્શનમાં જોવા મળી હતી. સંગ્રહ ઘટનામાં બે વ્યક્તિના વધુ પડતા દારૂના સેવન કે અન્ય કોઈ બીમારીથી મોત થતા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા 108 સેવાને લીહોડા ગામે સ્ટેન્ડબાય રખાઈ છે તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.

આ મામલે હાલ મળતી જાણકારી અનુસાર, પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી. મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદ સિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. જ્યારે અન્ય આઠ લોકો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button