ગુજરાત

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત છબરડાઓ સામે લાવનાર યુવા નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા આજે ફરી એકવખત ધડાકો કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીમાંના સત્તાધીશો દ્વારા કૌભાંડ આચરવામાં આવેલ હોઈ શકે છે. પૈસા આપીને આ પોસ્ટ ઉપર પસંદગી પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત છબરડાઓ સામે લાવનાર યુવા નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા આજે ફરી એકવખત ધડાકો કર્યો છે. આજે તેમણે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં થયેલ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 05/12/2023 રોજ રિસર્ચ આસિસ્ટન્ટ(યોગા)ની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરનીતિ થયા હોવાના યુવરાજસિંહ જાડેજા આજે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

આ પોસ્ટ માટે 6276 ઉમેદવારોએ અરજી કરી હતી. દ્વિસ્તરિય પરીક્ષા પદ્ધતિ માં જ્યારે પહેલી પરીક્ષા પણ નોહતી લેવાય ત્યાંથી આ વ્યક્તિનું નામ ગ્રુપોમાં ફાઈનલ ચર્ચાતુ હતું. પરીક્ષા પહેલા જ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ,યુજીસી સહિતને ગેરકાયદેસર ભરતી અંગેની જાણ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે યુનિવર્સિટીમાંના સત્તાધીશો દ્વારા કૌભાંડ આચરવામાં આવેલ હોઈ શકે છે. પૈસા આપીને આ પોસ્ટ ઉપર પસંદગી પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેવો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. જો આટલા ઉમેદવારોમાં ફક્ત આ એક જ નામ રિસર્ચ આસી.(યોગ) માટે પસંદ થાય છે તો ચોક્કસ સમજવું કે, યુનિવર્સિટીનાં સત્તાધીશોનાં મીલીભગતથી આ સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા થઈ હોઈ શકે છે. જેની તટસ્થ તપાસ થવી ખૂબ જ આવશ્યક છે.

વાઘ વૈશાલીબેન કેસુરભાઈ કે જેનો સીટ નંબર RAY10 હતો તે આ પરીક્ષામાં લાગવગ લગાવી પાસ કરી છે. આ સિવાય અન્ય 6 લોકોના નામ પર પણ શંકા છે કે તે પણ લાગવગશાહીથી જ નોકરી મેળવવાનાં છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ હવે માંગ ઉઠી રહી છે કે મહેનતુ ઉમેદવારને ન્યાય તેમજ ખોટું કરનારને સજા કરવામાં આવે અને આ ભરતી પ્રક્રિયાને ફરીથી યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે.

તેમણે વધુ આરોપ લગાવતાં કહ્યું કે ગેરરીતિ કરીને આ પોસ્ટ ઉપર પસંદગી કરાઇ છે અને લાગવગશાહી ચલાવાઇ છે. ગત 8 જાન્યુઆરીએ રાતે 2 વાગે મેઈલ કરી સત્તાધીશોને અગાઉ થી જાણ કરેલી હતી અને રીઝલ્ટ આજે જાહેર થયું છે. યુવરાજસિંહે આ ભરતી રદ કરાય અને તટસ્થ તપાસ કરાય તેવી માગ કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button