ગુજરાત

સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે

પોતાનું નિવેદન આપવાનું કહ્યું પરંતુ ફરી એકવાર આ પોલીસવાળાઓને મેહુલ બોઘરાએ કાયદાનો પાઠ ભણાવ્યો અને પાછા તગેડી મૂક્યા.

સુરતમાં અનેક વખત મેહુલ બોઘરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પોલીસવાળા મેહુલ બોઘરા વિરુદ્ધ પૂછપરછની નોટિસ લઈને આવ્યા છે અને તેને પોલીસ સ્ટેશન આવી પોતાનું નિવેદન આપવાનું કહ્યું પરંતુ ફરી એકવાર આ પોલીસવાળાઓને મેહુલ બોઘરાએ કાયદાનો પાઠ ભણાવ્યો અને પાછા તગેડી મૂક્યા.

વાત એવી છે કે, ત્રણ પોલીસવાળાઓ એક નોટિશ સાથે મેહુલ બોઘરાની ઓફિસ પર આવે છે અને તેમને નોટિસ આપી અને પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું છે. આ દરમિયાન મેહુલ બોઘરાએ તેમને સામે કાયદોણો પાઠ ભણાવ્યો. મેહુલ બોઘરાએ પોલીસવાળાને પૂછ્યું કે તમે કઈ કલમ મુજબ મારી પર કાર્યવાહી કરી રહ્યા છો તો આના જવાબમાં પોલીસ કહ્યું કે crpc 41 (અ) મુજબ આ નોટિસ આપવામાં આવે છે તો તેના જ જવાબમાં સામે મેહુલ બોઘરા કહ્યું પહેલા તમે કાયદો સરખો ભણો આ કલમ ક્યારે લાગે તમને ખબર છે? જ્યારે કોઈ વ્યક્તિ પર FIR નોંઘય છે તે પછી તમે કોઈના વિરુદ્ધ આ કલમ મુજબ નોટિસ પાઠવી શકો છે તો તમે પહેલા મારી પર FIR નોંધો અને પછી હું તમે જવાબ આપીશ. આ રીતે કાયદાના પાઠ ભણાવનારા પોલીસવાળાઓને પાછા તગેડી મૂક્યા.

હકીકતે મામલો એવો છે કે ઉત્તરાયણના તહેવાર પર એક ગ્રાહક અને પતંગના સ્ટોલ વચ્ચેની રકજક બાદ તેમાં પોલીસનો એંગલ આવે છે, ત્યાર બાદ એડવોકેટ મેહુલ બોઘરા આ મામલે એક વીડિયો પણ બનાવે છે. જેમાં તે પોલીસવાળા જે મફત ફીરકી લેવા આવ્યા હોય છે તેનો ઉલ્લેખ કરે છે અને સામાન્ય જનતાને મારમારનાર પોલીસના વીડિયો વિશે નિવેદન આપે છે. આ મામલે સરથાણા પોલીસ મેહુલ બોઘરાની ઓફિસમાં આવી તેમને નોટિસ આપવા આવે છે.

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button