ગુજરાત
મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું , કયા લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય?’,
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં અનેક મોટી-મોટી હસ્તીઓ, દિગ્ગજ નેતાઓ, ફિલ્મ સ્ટારો, ઉદ્યોગપતિઓથી લઈને લાખો લોકો સામેલ થવા જઈ રહ્યા છે. જેને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વાર દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે રામ મંદિરના ઉદ્ધાટનમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી છે. કોંગ્રેસે રામ મંદિરના ઉદ્ધાટનને ભાજપની રાજકીય ઈવેન્ટ ગણાવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠામાં ચાર શંકરાચાર્યો પણ જવાના નથી. તેઓનું માનવું છે કે, મંદિર અધૂરું છે અને અધૂરા મંદિરમાં ભગવાન કે દેવતાની સ્થાપના ધાર્મિક શાસ્ત્રોની વિરુદ્ધ છે.
આ મામલે હવે એકબાદ એક સાધુ-સંતોના નિવેદનો સામે આવી રહ્યા છે. આ મામલે હવે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ મહંત ઈન્દ્રભારતી બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આખાય દેશ અને વિશ્વભરના હિન્દુઓ માટે આ સૌથી મોટો અવસર છે, દિવાળી જેવો માહોલ છે. 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે ત્યારે આનાથી વધુ મોટો અવસર કોઈ હોઈ ન શકે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજના નિવેદન અંગે તેમણે જણાવ્યું કે, ગર્ભગૃહનું કામ પૂર્ણ થઈ ગયું છે.સોમનાથ મંદિરનું કામ પણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ વર્ષો સુધી ચાલ્યું હતું. ત્યારે કેમ કોઇએ વિરોધ નહોતો કર્યો?
તેમણે જણાવ્યું કે શંકરાચાર્ય અમારા ગુરુ મહારાજ છે તેમણે કોઈ બાબત સમજી વિચારીને કહ્યું હશે પરંતુ આ સમગ્ર વિશ્વના હિન્દુઓ માટે આટલો મોટો અવસર છે ત્યારે કોઈનો વિરોધ ન હોવો જોઈએ.
આ ઉપરાંત પીએમ મોદીની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના કારણે આ નિર્ણય આવવામાં ઝડપ થઈ છે. 2024માં પણ પીએમ મોદી પર લોકો પ્રેમ વરસાવશે તો આગળ પણ આવા પ્રસંગો જોવા મળશે તેમ પણ તમને ઉમેર્યું હતું. કોંગ્રેસ દ્વારા નિમંત્રણના અસ્વીકાર પર ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે જેમને આવવું હોય એ આવે ન આવવું હોય એ ના આવે. દેશ બધું જોઈ રહ્યો છે.
Poll not found