ગુજરાત

અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર 50 કિલો કેટામાઈન પકડાયા બાદ ફેકટરીમાં દરોડો: 46 કિલો પાવડર જપ્ત: 3ની ધરપકડ

માત્ર દરિયાઈ પોર્ટ જ નહીં, એરપોર્ટ પણ ટ્રાન્ઝીટ પોઈન્ટ

ઘણા સમયથી અમદાવાદ શહેર ડ્રગ્સનું હબ બની ગયું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય સંજોગોમાં વિદેશથી આવતા મુસાફરો ડ્રગ્સ લઈને આવતા હોય છે પરંતુ પહેલી વખત અમદાવાદથી ડ્રગ્સ મિસ ડેકલેરેશન કરીને નિકાસ કરવામાં આવતું હતું. 50 કિલો કેટામાઈન ડ્રગ્સ અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેકસમાં પહોંચી ગયું હતું અને બેંગકોક, થાઈલેન્ડ નિકાસ થવાની તૈયારીમાં હતું.

ત્યારે જ ડીઆરઆઈના અધિકારીઓએ આ જથ્થો ઝડપી લીધો હતો. રૂા.25 કરોડનું ડ્રગ્સ ઝડપાયા બાદ ગાંધીનગર પાસેની એક ફેકટરીમાં પણ તપાસ કરાઈ તેમાંથી 46 કિલો પાવડર મળી આવ્યો છે. આ પ્રકરણમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

થોડા સમય પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈના અધિકારીઓએ મહારાષ્ટ્રની જીઆઈડીસીમાં દરોડા પાડી 500 કરોડનું ડ્રગ્સ ઝડપી લીધુ હતું. ત્યારબાદ વાપીમાંથી પણ એક ફેકટરીમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. ડીઆરઆઈ ડ્રગ્સ માફીયાઓની સિન્ડીકેટનો પર્દાફાશ કરી રહી છે ત્યારે જ અધિકારીને માહિતી મળી હતી કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેકસમાં કેટામાઈન નામનું ડ્રગ્સ પહોંચી ગયું હતું. ચોકકસ કંપનીના નિકાસકારો દ્વારા આ ડ્રગ્સ થાઈલેન્ડ, બેંગકોક મોકલવાનું હતું અને કસ્ટમ્સ કિલયરન્સમાં તેમણે ચોકકસ પ્રકારનું કેમિકલ હોવાનું મિસ ડિકલેરેશન કર્યું હતું.

ડીઆરઆઈના અધિકારીઓએ તરત જ કાર્ગો કોમ્પ્લેકસમાં પહોંચી જઈને ચોકકસ બોકસ શોધી કાઢયા હતા અને તેની તપાસ કરી હતી જયારે એફએસએલના નિષ્ણાંતોને પણ બોલાવી આ જથ્થાની તપાસ કરાવતા આ પદાર્થ કેટામાઈન નામનું ડ્રગ્સ હોવાનું ફલિત થયું હતું.

અધિકારીઓએ તરત જ 50 કિલો કેટામાઈન ડ્રગ્સ કે જેની કિંમત 25 કરોડ થાય છે તેનો જથ્થો કબ્જે લીધો હતો અને નિકાસ કરનારી કંપનીની તપાસ કરી સંલગ્ન ત્રણ માણસોને ઝડપી લીધા છે. પ્રાથમીક પુછપરછ માટે ગાંધીનગર પાસે એક ફેકટરીમાં ડ્રગ્સ બનાવતા હોવાનનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી ફેકટરી પર દરોડા પાડીને ત્યાંથી પણ 46 કિલો પાવડર જપ્ત કર્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button