ભારત

ભગવાન રામલલાની મૂર્તિની ગર્ભગૃહથી પ્રથમ તસવીર સામે આવી , કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાઈ છે મૂર્તિ

પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમની અંતિમ ચરણમાં કામગીરી થઈ રહી છે

અયોધ્યામાં 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમની અંતિમ ચરણની કામગીરી થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આમંત્રણ પત્રો પણ મોકલવામાં આવ્યા છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાના અભિષેક થશે અને ભગવાન રામના દર્શન કરશે. આ પહેલા 18 જાન્યુઆરી ગુરૂવારે ગર્ભગૃહમાં ભગવાન રામલલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રથમ તસવીર સામે આવી છે.

ગર્ભગૃહની રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા શ્રમિકો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત શિલ્પકારમાંના એક છે. અરુણ એક શિલ્પકાર છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે. અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે.

પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિના દર્શન કરી શકાશે. રામલલાની મૂર્તિને સ્થાપિત કરવામાં કુલ ચાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાન રામની આ મૂર્તિને મંત્રોચ્ચાર અને પૂજાની વિધિઓ સાથે શિખર પર મૂકવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પકાર યોગીરાજ અને ઘણા સંતો પણ હાજર હતા. હવે 22મી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા થશે

તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે રામલલાની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લાવવામાં આવી હતી. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રામ લલાના અભિષેક પહેલા તેમની બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. રામલલાનું આસન 3.4 ફૂટ ઊંચું છે. જે મકરાણા પથ્થરથી બનેલું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button