રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદે શંકરાચાર્યોમાં પણ તડા: બે શંકરાચાર્યો સમર્થનમાં આવ્યા ,
આપણે રામ ભરોસે છીએ, રામ આપણા ભરોસે નથી: શંકરાચાર્યોના બોયકોટ પર યોગી બોલ્યા

અયોધ્યામાં 22મીએ રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ મામલે શંકરાચાર્યોના પણ બે ભાગલા પડી ગયા છે. એ જેમાં બે શંકરાચાર્યે સમર્થન કરે છે ને બે વિરોધ કરે છે ત્યારે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ કહી દીધું હતું કે આપણે રામ ભરોસે છીએ, રામ આપણા ભરોસે નથી. એક મુલાકાતમાં સીએમે જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે દરેક ધર્માચાર્યો અને દરેક આચાર્યોને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મોકલ્યું છે. આ અવસર માન કે અપમાનનો નથી, ભલે હું રહું કે સામાન્ય નાગરિક કે દેશના મોટામાં મોટા ધર્માચાર્ય, કોઇપણ પ્રભુ રામથી મોટા નથી, આપણે બધા રામ પર આશ્રિત છીએ, રામ આપણા પર આશ્રિત નથી.
ઉલ્લેખનીય છે કે શંકરાચાર્ય, જગન્નાથ પુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ર્ચલા નંદ સરસ્વતી અને ઉત્તરાજનાથ જયોતિષ્ઠિના શંકરાચાર્ય સ્વામી, અવિમુકતેશ્ર્વરનંદ સરસ્વતીએ કહ્યું હતું કે તે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ નહીં લે, જ્યારે વિ.હી.પ.ના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું હતું કે દ્વારકા અને શૃંગેરીના શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું સ્વાગત કર્યું છે. પુરી શંકરાચાર્ય પણ તેના પક્ષમાં છે



