પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ દેશની તમામ બેંક બંધ રહેશે? જાણો શું છે સત્ય
19 જાન્યુઆરી, 2023 ના રોજ PIB ના જણાવ્યા અનુસાર આદેશમાં કહેવામાં આવ્યું છે

અયોધ્યામાં ભગવાન શ્રી રામની 22 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. કેટલાક રાજ્યમાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. સેન્ટ્રલ અને પીએસયુ બંને બેંક તેમની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકના લેટેસ્ટ અપડેટ અનુસાર ઉત્તર પ્રદેશમાં ખાનગી બેંક પણ 22 જાન્યુઆરીએ બંધ રહેશે, જ્યારે અન્ય રાજ્યોમાં બેંક નિયમિત સમય સુધી ખુલ્લી રહેશે.
19 જાન્યુઆરી, 2023 ના રોજ PIB ના જણાવ્યા અનુસાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024 ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે. કર્મચારીઓ પણ આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે, દેશની તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સરકારી બેંક, વીમા કંપની, નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંક 22 જાન્યુઆરીએ અડધા દિવસ એટલે કે, બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકમાં રજાઓનું લિસ્ટ પ્રકાશિત કર્યું છે.



