ઝારખંડના CM હેમંત સોરેનના નિવાસે પહોંચેલી ED ની ટીમ પુછપરછ ,
ભારે તનાવ અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ તૈનાત, બંધ રૂમમાં સોરેનની પુછપરછ: ધરપકડની શકયતા નથી: ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યો ઉમટયા

ખાણ-લીલામી કૌભાંડ મુદે કાનુની કાર્યવાહીનો સામનો કરી રહેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાત સાત સમન્સ છતા પણ પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેકટર સમક્ષ હાજર ન થતા આજે ઈડીની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસે પહોંચી છે અને મુખ્યમંત્રીની પુછપરછ શરૂ કરી છે.
આ પુછપરછ અગાઉ ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યો મુખ્યમંત્રી સોરેનને મળવા દોડી ગયા હતા અને ભાવુક બની ગયા હતા. એક અલગ રૂમમાં ઈડીના અધિકારીઓ સોરેનની પુછપરછ કરી રહ્યા છે અને મુખ્યમંત્રી આવાસ પર દળોને પણ ગોઠવવામાં આવ્યા છે. પ.બંગાળમાં જેમ તૃણમુલના મંત્રીઓ પરના દરોડામાં ઈડીના અધિકારીઓ પર હુમલો થયો હતો તે પછી વિપક્ષના રાજયો ઈડીની ટીમને સતત કેન્દ્રીય દળોની સુરક્ષા આપવામાં આવી રહી છે.
અને આજે પણ ઝારખંડ મુક્તિ મોરચાના સેકડો કાર્યકર્તાઓ અહી એકત્ર થયા છે અને તેઓ ઈડી સાથે વિરોધ કરી રહ્યા છે તો રાચીના એસએસપી પણ અહી મોજૂદ છે. ઈડીએ અગાઉથી જ આ પુછપરછ માટે આવશે તેવી જાણ કરી હતી અને તેથી રાચીમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે.
સાત સમન્સ બાદ આઠમાં સમન્સમાં હેમંત સોરેને પુછપરછનો સામનો કરવા તૈયારી કરી હતી. હવે જો ઈડી તેમની ધરપકડનો પ્લાન બનાવે તો ભારે તનાવ સર્જાશે અને રાંચીમાં હાલ અનેક ક્ષેત્રોમાં પોલીસ બંદોબસ્ત લાદી દેવાયા છે.



