બજેટ આવવાના થોડા કલાકો પહેલા જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં , નજીવો વધારો કરવામાં આવ્યો ,
ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
વચગાળાનું બજેટ આવવાના થોડા કલાકો પહેલા જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર થયો નથી. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 30 ઓગસ્ટે જોવા મળ્યો હતો. ત્યારથી, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત ભાવ સ્થિર રાખ્યા છે. આવો તમને એ પણ જણાવીએ કે ગેસ સિલિન્ડરની શું કિંમત ચૂકવવી પડશે.
સૌથી પહેલા વાત કરીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની, જેમાં થોડો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયા અને કોલકાતામાં 18 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે મુંબઈમાં સૌથી વધુ 15 રૂપિયાનો વધારો થયો છે. જો ચેન્નાઈની વાત કરીએ તો અહીં સૌથી ઓછો 12.50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ જ કારણ છે કે ચાર મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત અનુક્રમે 1769.50 રૂપિયા, 1887 રૂપિયા, 1723.50 રૂપિયા અને 1937 રૂપિયા થઈ ગઈ છે.
બીજી તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત છઠ્ઠી વખત ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મળતી માહિતી મુજબ દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં કિંમત 929 રૂપિયા છે. મુંબઈના લોકોને ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 902.50 રૂપિયા ચૂકવવી પડે છે. ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 918.50 રૂપિયા છે. 30 ઓગસ્ટ 2023 પછી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 29 ઓગસ્ટે સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.



