ભારત

વડાપ્રધાન મોદીએ મૌલાના આઝાદ સ્ટેડીયમમાં વિશાળ રેલીને સંબોધન કરીને સાડા ત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ લોકોને સમર્પિત કર્યા

વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફતી પર પણ પ્રહારો કરીને તેમના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો

વડાપ્રધાન મોદીએ મૌલાના આઝાદ સ્ટેડીયમમાં વિશાળ રેલીને સંબોધન કરીને સાડા ત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ લોકોને સમર્પિત કર્યા હતા. હજારોની સંખ્યામાં મેદનીની સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં પહેલા સ્કુલો સળગાવવામાં આવતી હતી, હવે સ્કુલો સજાવવામા આવે છે. વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલ્લા અને મહેબુબા મુફતી પર પણ પ્રહારો કરીને તેમના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો હતો. આ તકે મોદીએ 370ની કલમની નાબુદી કરવાની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવેલા વિકાસની વિગતો જગાવી હતી. પીએમે પોતાના ભાષણની શરૂઆત કાશ્મીરી ભાષામાં કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે મેં વિકસીત જમ્મુ-કાશ્મીરનો સંકલ્પ લીધો છે અને તેને વિકસીત કરીને જ રહીશ. 70 વર્ષથી પેન્ડીંગ કામો જલદી પુરા કરીશ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે કયારેક કાશ્મીરમાંથી માત્ર બોમ્બ, બંદૂક, અપહરણ અને અલગાવની ખબરો આવતી હતી, કાશ્મીરને દુર્ભાગ્યના હવાલે કરી દેવાયું હતું પણ આજે કાશ્મીર બદલી ગયું છે. મોદીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં દાયકાઓ સુધી પરિવારવાદની રાજનીતિ હતી, આ લોકોએ માત્ર પોતાનો સ્વાર્થ જોયો છે, તમારા હિતોની ચિંતા નથી કરી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે કાશ્મીરની સૌથી મોટી મુશ્કેલી આર્ટિકલ 370 હતી, ભાજપ સરકારે તે હટાવીને નવું પ્રકરણ લખ્યું છે. હવે ટુંક સમયમાં 370 પર ફિલ્મ આવી રહી છે, સારું છે, લોકોને સાચી જાણકારી મળશે. વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સપના દેખાડતી રહી. અગાઉની સરકારે, કાશ્મીરમાં રહેતા આપણા સૈનિકોનું પણ સન્માન નહોતું કર્યું. ઓઆરઓપીનું સપનુ ભાજપે પુરું કર્યુ.

વડાપ્રધાને કહ્યું હતું- 10 વર્ષ પહેલા કાશ્મીરમાં કૌશલ વિકાસ માટે વિચારવું પણ મુશ્કેલ હતું પણ આ નવું ભારત છે. કયારેક કાશ્મીરમાં સ્કુલો સળગાવવામાં આવતી હતી, આજે સ્કુલો સજાવવામાં આવે છે. કાશ્મીરથી સારવાર માટે દિલ્હી એમ્સ જવું પડતું હતું આજે અહી એમ્સ ખુલી ગયા છે. આ તકે મોદીએ વિભિન્ન યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ તકે મોદીએ એક મહિલાને કહ્યું હતું કે હું ત્રણ કરોડ મહિલાને લખપતિ દીદી બનાવવા માંગુ છું. વાતચીત દરમિયાન અનેક મહિલાઓ અને પુરુષોએ મોદીની પ્રશંસા કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button