દેશના ઉતર-પુર્વીય ભાગોમાં ફરી હવામાન પલ્ટા સાથે વાતાવરણ ખરાબ થયુ છે ત્યારે પુર્વ સિકકીમના નટુલામાં ભયાનક હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓનો ભારતીય સૈન્ય જવાનોએ દિલધડક બચાવ કર્યો
ભારતીય સૈન્ય સૂત્રોએ કહ્યું કે, નટુલામાં એકાએક ભયાનક હિમવર્ષાથી 175 વાહનોમાં 500થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા છે .
દેશના ઉતર-પુર્વીય ભાગોમાં ફરી હવામાન પલ્ટા સાથે વાતાવરણ ખરાબ થયુ છે ત્યારે પુર્વ સિકકીમના નટુલામાં ભયાનક હિમવર્ષામાં ફસાયેલા 500 પ્રવાસીઓનો ભારતીય સૈન્ય જવાનોએ દિલધડક બચાવ કર્યો હતો. ભારતીય સૈન્ય સૂત્રોએ કહ્યું કે, નટુલામાં એકાએક ભયાનક હિમવર્ષાથી 175 વાહનોમાં 500થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા ત્યારે સૈન્ય જવાનો તેઓ માટે દેવદૂત બનીને આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ એકાએક જોરદાર હિમવર્ષા થઈ હતી અને તાપમાન માઈનસમાં સરકી ગયુ હતું.
પ્રવાસીઓ માટે બચવા માટે ફાંફા હતા ત્યારે સૈન્યની ત્રિશક્તિ કોરના જવાનોની ટીમ બચાવ માટે પહોંચી ગઈ હતી. ખરાબ વાતાવરણમાંથી ઉગારી લીધા હતા અને પછી તબીબી સહાય ઉપરાંત ગરમ પાણી, ભોજન તથા સુરક્ષિત વાહનોની વ્યવસ્થા કરી દીધી હતી.
ત્રિશક્તિ કોર ગ્રુપ સિકકીમ બોર્ડરે તૈનાત છે. સિમાડાઓના રક્ષણની સાથોસાથ નાગરિકો-વહીવટીતંત્રને પણ જરૂર પડયે મદદ માટે તત્પર રહે છે. આ પુર્વે 20મી ફેબ્રુઆરીએ કાશ્મીરના અનંતનાગમાં પણ સમાન ઘટનાક્રમ સર્જાયો હતો. હિમવર્ષા તથા ભારે વરસાદ તથા ભૂસ્ખલનમાં ફસાયેલા પ્રવાસી વાહનોને સુરક્ષિત ઉગાર્યા હતા.



