બ્રેકીંગ ન્યુઝ

સ્પાઈસજેટે તેણે વધુ રૂા.316 કરોડ ઉભા કર્યા છે. આ સાથે તેણે પ્રેફરન્શિયલ શેર ઈશ્યુ કરીને કુલ રૂા.1060 કરોડ ઉભા કરી લીધા છે

આર્થિક પડકારોનો સામનો કરતી આ એરલાઈન્સે સ્ટાફમાં 10-15 ટકા ઘટાડાની પણ જાહેરાત કરી

મુંબઈ :-  સ્પાઈસજેટે ગુરુવારે કહ્યું હતું કે, તેણે વધુ રૂા.316 કરોડ ઉભા કર્યા છે. આ સાથે તેણે પ્રેફરન્શિયલ શેર ઈશ્યુ કરીને કુલ રૂા.1060 કરોડ ઉભા કરી લીધા છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલી આ એરલાઈન્સે તેના સ્ટાફમાં 10-15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત પણ કરી છે.

જાન્યુઆરી મહિનામાં સ્પાઈસજેટે પ્રથમ તબકકામાં પ્રેફરન્શિયલ શેર ઈશ્યુ કરીને રૂા.744 કરોડ મેળવ્યા હતા. કંપનીએ અગાઉ 12 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તે શેર ઈશ્યુ કરીને રૂા.2250 કરોડ ઉભા કરશે.

આ પૈકી ઓલમોસ્ટ 50 ટકા જેવું ફંડિંગ તેણે મેળવી લીધું છે. કંપનીએ કહ્યું હતું કે, તેના બોર્ડની 21 ફેબ્રુઆરીએ મળેલી મીટીંગમાં એરિસ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લિમિટેડ અને અન્ય એક રોકાણકારને 4.01 કરોડ ઈકિવટી શેર પ્રેફરન્શિયલ ધોરણે ફાળવવાની મંજુરી આપી દીધી છે.

કંપનીના બોર્ડની એલોટમેન્ટ કમીટીએ આ સાથે જ 2.31 કરોડ વોરન્ટસ ચાર રોકાણકારોને એલોટ કરવાની પણ મંજુરી આપી છે. રોકાણકારોમાં ઈલારા ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લિમિટેડનો સમાવેશ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button