બનાસકાંઠાનાં દાંતામાં વહેલી સવારે ભૂકંપ આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા ,
ઘરની બહાર દોડી આવ્યા હતા ,

બનાસકાંઠા જીલ્લાનાં દાંતામાં ભૂકંપને આંચકો આવતા લોકો ઘરની બહાર દોડ્યા હતા. અંબાજીથી નજીક 20 કિલોમીટર દૂર ભૂકંપ નો આંચકા અનુભવાયા હતા. ગ્રામજનોએ 2 સેકન્ડ સુધી ભૂકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો. વીજળીનાં કડાકા જેવો અવાજ આવતા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા. ભૂકંપમાં જાનમાલને કોઈ નુકશાન થવા પામ્યું નથી. આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે છે? ભૂકંપ કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવો જાણીએ EK Vaat Kau માં વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ અને તેનું માપન કેવી રીતે થાય છે ,
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.