ગુજરાત
દાહોદના જૂની કોર્ટ રોડ વિસ્તારમાં એક જ કોમના બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ , 10 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે
શહેરના કોર્ટ રોડ ખાતે મદ્રેસાના કાર્યક્રમ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમના બે પક્ષો વચ્ચે તકરાર થઈ

દાહોદના જૂની કોર્ટ રોડ વિસ્તારમાં એક જ કોમના બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં 10 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. હાલ પણ આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કોર્ટ રોડ ખાતે મદ્રેસાના કાર્યક્રમ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમના બે પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. જે બાદ બંને પક્ષોના લોકો તલવાર અને છરી લઈને સામ સામે આવી ગયા હતા. તો આ દરમિયાન સામ-સામે પથ્થરમારો પણ થયો હતો. તલવાર અને ચાકુના ઘા વાગતાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
Poll not found