ભારત
મહાશિવરાત્રીએ ભગવાન વિશ્વનાથના સતત 44 કલાક દર્શન ,આ વર્ષે 72 વર્ષ બાદ સર્જાયો ત્રણ સિદ્ધ યોગનો અદભુત સંયોગ
કાશીમાં મહાશિવરાત્રીએ ભગવાન વિશ્વનાથના સતત 44 કલાક દર્શન

ભગવાન શિવની આરાધનાનું મહાપર્વ મહાશિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. આ વખતે શિવ અને શક્તિના મિલનના દિવસે મહાશિવરાત્રીએ 72 વર્ષ પછી શિવયાંગ, સિદ્ધ યોગ અને ચતુગ્રહી યોગનો અદભૂત સંયોગ થઈ રહ્યો છે, સાથે સાથે શુક્ર પ્રદોષ વ્રત પણ પડી રહ્યું છે. આ દિવસે ધર્મ નગરી કાશીમાં શિવ ભક્તિની ગંગા ઉછળશે. દ્વાદશ જયોતિર્લિંગમાં મુખ્ય કાશી વિશ્વનાથ ભકતોને દર્શન આપવા માટે પોતાના દરબારમાં પુરી રાત જાગશે અને ભાવો પર રીઝશે.
8 માર્ચે સવારે મંગલા આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે મંદિરના પટ ખુલ્યા બાદ 9 માર્ચની રાત્રે શયન આરતી બાદ જ બંધ થશે અર્થાત 44 કલાક ભકતોને દર્શન થશે.
Poll not found



