ભાવનગર લોકસભા સીટ પર ભાજપ દ્વારા કોળી સમાજનો નવો ચહેરો ઉતારવાનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવાનું મૌખિક સૂચનાં પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવાનું મૌખિક સૂચનાં પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે . લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલું હોવાથી ભાજપ દ્વારા આગામી ટૂંક સમયમાં તમામ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે ,
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાજપે એક મજબૂત નેતાને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દેવાનું મૌખિક સૂચનાં પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રાજકીય ગણિતનાં ફેરફારની અમરેલી જીલ્લામાં અસર પડી શકે છે. જેનાથી કોંગ્રેસ નેતા અમરીશ ડેર માટે ભાજપમાં જોડાવાનો માર્ગ મોકળો સાબિત થઈ શકે છે.
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે 195 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. ગુજરાતની 15 બેઠક પર ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે. જેમાં 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે પાંચ ઉમેદવારોના પત્તા કપાયા છે. તો 2 ઉમેદવારો પૂર્વ રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો બે ઉમેદવાર લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યાં છે.
સૂત્રો પાપ્ત માહિતી મુજબ અંબરિષ ડેર કોંગ્રેસમાંથી એક-બે દિવસમાં રાજીનામું આપી શકે છે. જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ જોડાશે તેવું પણ નક્કી હોવાની ચર્ચા છે. અગાઉ પણ અમરીશ ડેર ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ હતી. જો કે, આપને જણાવીએ કે, અયોધ્યા રામ મંદિર મામલે પણ તેમણે નેશનલ કોંગ્રેસ નેતૃત્વનો વિરોધ કર્યો હતો.
અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરિષ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયો હતો.