ગુજરાત

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે , હવે કેટલાક ઉમેદવારો માટે CCEની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવશે

ગૌણસેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCEની પરીક્ષા માટે અલગથી તારીખ આપવાનો નિર્ણય, પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ અપાશે

ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે કેટલાક ઉમેદવારો માટે CCEની પરીક્ષા  માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવશે. વિગતો મુજબ જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ અપવાનો નિર્ણય કરાયો છે. જેના માટે ઉમેદવારે 12 માર્ચ પહેલા સોગંધનામા અને આધાર-પૂરાવા સાથે રજૂઆત કરવી પડશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઅંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઇ છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા તારીખ તા. 1 એપ્રિલ 2024થી તા. 8 મે 2024 દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

જોકે હવે ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં  CCEની પરીક્ષા અને ઉમેદવારના લગ્નની તારીખ સમાન હશે તો તેને CCE પરીક્ષા માટે અલગથી તારીખ મળી જશે. જેના માટે ઉમેદવારે મંડળને આધાર-પુરાવા સાથે રજૂઆત કરવી પડશે અને સોગંધનામુ પણ આપવું પડશે. જેથી લગ્નનાં દિવસો ને બાદ કરતાં એમની પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આ સાથે જ મહિલા ઉમેદવારને પ્રસૂતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોઈ તેવા કિસ્સામાં પણ એમને ફક્ત મંડળને જાણ કરવાની રહેશે. જેથી તેમની પરીક્ષાની તારીખમાં શક્ય હશે તે બદલાવ કરી આપવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button