સનાતન ધર્મ વિરુદ્ધ કેટલાક સમય પહેલા વિવાદીત નિવેદન આપનાર તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલીન સામે અનેક રાજયોમાં કેસ દાખલ
લીનના વકીલે સુપ્રીમ કોર્ટને સ્ટાલિન સામે થયેલી એફઆઈઆરની એક સાથે સુનાવણીની માંગ કરી હતી.
સનાતન ધર્મ વિરુદ્ધ કેટલાક સમય પહેલા વિવાદીત નિવેદન આપનાર તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલીન સામે અનેક રાજયોમાં કેસ દાખલ થતા આ તમામ કેસોની એક સાથે સુનાવણી કરવાની સ્ટાલિનના વકીલે રજુઆત કરતા સુપ્રીમ કોર્ટે સ્ટાલિનને ફટકાર લગાવીને કહ્યું હતું કે આપ કોઈ સાધારણ વ્યક્તિ નથી. આપ એક મંત્રી છે, આપને આવી ટિપ્પણીઓના પરિણામની ખબર હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ઉદયનિધિએ તામિલનાડુમાં સપ્ટેમ્બર 2023માં સંતાનમ ઉન્મુલન સંમેલનમાં સનાતન ધર્મની તુલના મચ્છર, ડેંગ્યુ અને મેલેરીયા, કોરોના સાથે કરી હતી અને સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી, જેને લઈને સ્ટાલિન સામે વિવિધ રાજયોમાં કેસ થયા હતા.
જેના કારણે સ્ટાલીનના વકીલે સુપ્રીમ કોર્ટને સ્ટાલિન સામે થયેલી એફઆઈઆરની એક સાથે સુનાવણીની માંગ કરી હતી. જેના સંદર્ભમાં સુપ્રીમે સ્ટાલિન પર ફટકાર લગાવતા કહ્યું હતું કે આપ અભિવ્યક્તિના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન કરો અને પછી કલમ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટ પાસે સુરક્ષા માટે આવો છો, કોર્ટે આ મામલે 15 માર્ચ સુધી સુનાવણી સ્થગીત કરી છે.



