બ્રેકીંગ ન્યુઝ
વારાણસીમાંથી વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિકને લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે
ઉમેદવારોના ફિડબેકમાં મલિકનાં નામનું સૂચન
વારાણસીમાંથી વડાપ્રધાન મોદી સામે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિકને લોકસભાની ચૂંટણીમાં ઉતારી શકે છે. અહેવાલો મુજબ કેન્દ્રીય કમીટીને ઉમેદવારોનાં ફીડબેકમાં આ સુચન મળ્યા છે.જોકે, પાર્ટી તરફથી કોઈ અધિકૃત નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું. એવી ખબરો છે કે, સાંસદ ડો.રાજેશ મિશ્રાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.આ પરિસ્થિતિમાં મલિક દાવેદાર થઈ શકે છે. બીજી બાજુ એસપી નેતા અતહર જમાલ લારીનું કહેવુ છે કે, વિપક્ષી ગઠબંધનમાં આ સીટ કોંગ્રેસ પાસે છે.કોંગ્રેસને અપીલ કરવામાં આવશે કે વારાણસીથી જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજયપાલ મલિકને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે.
Poll not found



