જાણવા જેવું

ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી 6 બુલેટ ટ્રેન ખરીદી શકે છે

અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર કાપવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં મુસાફરોને 'મર્યાદિત સ્ટોપ' અને 'ઓલ સ્ટોપ' સેવાઓ મળશે .

ભારતમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન  શરૂ થઈ શકે છે. હાલમાં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન  ખરીદવાની વાત ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં ભારત જાપાન પાસેથી 6 બુલેટ ટ્રેન ખરીદી શકે છે. ભારત આ મહિનાના અંત સુધીમાં જાપાન પાસેથી પ્રથમ છ E5 સિરીઝની બુલેટ ટ્રેન  ખરીદવાનો સોદો કરશે. આ સાથે 2026માં જૂન-જુલાઈ મહિનામાં ગુજરાતમાં પ્રથમ ટ્રેન શરૂ કરવાની દિશામાં રેલવેનો આત્મવિશ્વાસ વધ્યો છે. અહેવાલ અનુસાર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) આ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ટ્રેનો અને ઓપરેટિંગ સિસ્ટમની ખરીદી સહિતના તમામ કોન્ટ્રાક્ટ માટે બિડ કરશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર કાપવા માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેન કોરિડોરમાં મુસાફરોને ‘મર્યાદિત સ્ટોપ’ અને ‘ઓલ સ્ટોપ’ સેવાઓ મળશે. રિપોર્ટ અનુસાર જો આપણે મર્યાદિત સ્ટોપવાળી ટ્રેનો વિશે વાત કરીએ, તો તે મુંબઈથી અમદાવાદનું અંતર માત્ર 2 કલાકમાં કાપશે. તે જ સમયે, તમામ સ્ટોપવાળી ટ્રેનો આ અંતર લગભગ 2.45 મિનિટમાં કાપશે.

આ વિશે અધિકારીઓએ જણાવ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં પ્રોજેક્ટની એકંદર પ્રગતિ લગભગ 40% છે. તેમાંથી ગુજરાતમાં (48.3%) પ્રગતિ વધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં લગભગ 22.5% છે. છેલ્લા એક વર્ષમાં નદીના છ પુલનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં 20 બ્રિજમાંથી 7 પૂર્ણ થઈ ગયા છે.

બુલેટ ટ્રેન  પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરતી વખતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટર લાંબા કોરિડોર પર સુરત-બીલીમોરા સેક્શન જુલાઈ-ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે. સાથે જ બુલેટ ટ્રેન  પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે જો ઠાકરે સરકારે વહેલી તકે મંજૂરી આપી હોત તો દેશના પ્રથમ બુલેટ ટ્રેન  પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોત.

News Click 24

Poll not found

Related Articles

Back to top button