ગુજરાત

હાઈકોર્ટનો સવાલ માત્ર 5 શિક્ષકો છાત્રોને ભણાવવા ઉપરાંત વહીવટી કામ કેવી રીતે કરી શકે ,

છાત્રોનો ડ્રોપ આઉટ રેશિયો સોગંદનામામાં રજૂ કરવા આદેશ ,

રાજયની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ઘટ, અછત અને પગારધોરણ તથા કામકાજના મુદ્દે થયેલી રિટને હાઈકોર્ટે જાહેર હિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે કેસની સુનાવણીમાં બુધવારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્દ પી. માયીની ખંડપીઠે રાજય સરકારને આદેશ કર્યો છે કે, ‘રાજયની 933 આનમ શાળાની માળખાગત સુવિધાઓ, દરેક વર્ગ મુજબ છાત્રોની સંખ્યા, છાત્રોનો ડ્રોપ આઉટ રેશિયો, ડ્રોપ લેવાના કારણો, છાત્ર-શિક્ષકનો રેશિયો, શિક્ષકોની સંખ્યા અને નોન ટીચિંગ સ્ટાફ સહિતની તમામ માહિતી સોગંદનામા ઉપર રજૂ કરવામાં આવે’.

ખંડપીઠે એવો સવાલ પણ સરકારને કર્યો હતો કે, ‘જો એક શાળામાં 150 છાત્ર હોય અને શિક્ષકોનો રેશિયો 1/25 હોય તો પાંચથી છ શિક્ષક એક શાળામાં થાય તો આટલા શિક્ષકો છાત્રોને ભણાવવા ઉપરાંતના વહીવટી કામકાજ કઈ રીતે કરી શકે? કેસની સુનાવણી બીજી એપ્રિલે રાખવામાં આવી છે.

હાઈકોર્ટે એક પ્રસ્તાવિત આદેશમાં સરકારને કહ્યું હતું કે, ‘આ રિટ પિટિશનને 1-7-2011ના આદેશ અન્વયે જાહેરહિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ કાયદાની અમલવારી બાદ રાજય સરકારની ફરજ છે કે તેઓ માર્જિનલ સેકશનના બાળકોને ફ્રી અને ફરજિયાત શિક્ષણ પૂરૂં પાડે. જયારે આ શિક્ષણ પુરૂં પાડવામાં આવે ત્યારે શિક્ષણની પ્રક્રિયા પણ યોગ્ય હોવી જોઈએ.

રાજય સરકારે સોગંદનામું કયુર્ં છે કે ત્રણ વિભાગો આશ્રમ શાળાનું વહીવટ કરે છે અને એ સરકારી ઠરાવના આધારે હોય છે, પરંતુ અમારા મતે એ સાચું નથી. જોકે, અમે કોઈ અવલોકન હાલના તબકકે કરતાં નથી’.  ખંડપીઠે નોંધ્યું હતું કે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો 1/45 હોવાનું અમારી સમક્ષ સરકારે કહ્યું હતું. પરંતુ એ સાચું નથી. રાજય સરકારે વધારાનું સોગંદનામું કયુર્ં છે અને આ રેશિયોમાં સુધારો થયો હોવાનું જણાવ્યું છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો 1/25 થઈ ગયો છે.

રાજયમાં 933 આશ્રમ શાળાઓ છે અને એક શાળામાં ધો.1થી ધો.8ના વિદ્યાર્થીઓ હોય છે અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શું પાંચ કે છ શિક્ષકો જ હોય છે. જો વર્ગ મુજબ શિક્ષકો ન હોય તો શું થાય એ અમારો પ્રશ્ન છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button