પરીક્ષામાં ત્રણ ફલાઈંગ સ્કવોડ સ્ટેન્ડ-ટુ રહેશે સૌરાષ્ટ્રના જિલ્લા મથકો પર ધો.10અને 12 પેપરો પહોચાડવાની કામગીરી કાલે પૂર્ણ ,
રાજકોટ જિલ્લાના ધો.10ના પેપરો કાલે ફાળવવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાલક્ષી સહિત પણ રાજકોટ આવી પહોંચ્યુ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11ને સોમવારથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર હોય રાજકોટ શહેર-જિલ્લામચાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીની આ કસોટી શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તૈયારીઓને શિક્ષણાધિકારી રાણીપા દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન ગઈકાલે ધો.12ના પેપરો પણ રાજકોટ આવી પહોંચેલ છે. શિક્ષણાધિકારી રાણીપાએ જણાવ્યું હતું કે ધો.12ના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કરણસિંહજી હાઈસ્કુલના સ્ટ્રોંગરૂમમાં પોલીસ બંદોબસ્ત સીલ કરી દેવામાં આવેલ છે.
જયારે જસદણ ખાતે ધોરાજી ઝોનના પેપરો પણ આ બન્ને સેન્ટરોમાં મોકલી આપી ત્યાં સ્ટ્રોંગરૂમમાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીલ કરી દેવામાં આવેલ છે. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે રાજકોટના ચૌધરી હાઈસ્કુલના સ્ટ્રોંગરૂમ પરથી સૌરાષ્ટ્ર ઝોનના ધો.10ના પેપરો એસ.ટી. બસો મારફતે સજજડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લા મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. ધો.10ના પેપરોનું વિતરણ પણ કાલે પૂર્ણ થઈ જશે.
રાજકોટ જિલ્લાના ધો.10ના પેપરો કાલે ફાળવવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાલક્ષી સહિત પણ રાજકોટ આવી પહોંચ્યુ છે. બોર્ડની આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિની કોઈ ઘટના ન ઘટે તે માટે ખાસ પ્રબંધો કરવામાં આવેલ છે જેમાં ત્રણ ફલાઈંગ સ્કવોડ સ્ટેન્ડ ટુ રહેશે.



