રાજકોટ-સૌરાષ્ટ3-ગુજરાતમાં બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ હવે તાપમાન વધવા લાગ્યું . હવે રવિવારથી તાપમાનમાં વધુ બે ડીગ્રીનો વધારો થવાની ાગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી ,10 અને 12મી માર્ચે ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ: ઉત્તર ભારતમાં હિમવર્ષા-વરસાદ થશે

રાજકોટ-સૌરાષ્ટ3-ગુજરાતમાં બે-ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવ્યા બાદ હવે તાપમાન વધવા લાગ્યું છે. હવે રવિવારથી તાપમાનમાં વધુ બે ડીગ્રીનો વધારો થવાની, મહત્તમ તાપમાન અમદાવાદનું 33.1 તથા વડોદરાનું 33.4 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં બે ડીગ્રી નીચુ હતું. રાજકોટમાં 34, ડીસામાં 32.9 તથા ભુજમાં 33.2 ડીગ્રી નોર્મલ કરતાં એક ડીગ્રી નીચુ હતું. આ જ રીતે આજે સવારે ન્યુનત્તમ તાપમાન 15.5 ડીગ્રી હતું તે નોર્મલથી બે ડીગ્રી નીચુ હતું. વડોદરાનું 16.2 તથા રાજકોટનું 16.7 ડીગ્રી નોર્મલ કરતા એક ડીગ્રી નીચુ હતું. બીજી તરફ ભુજ તથા ડીસામાં આજે સવારનું ન્યુનત્તમ તાપમાન 17.5 ડીગ્રી હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી વધુ રહ્યું હતું.
તેઓના કહેવા પ્રમાણે હવે આગામી 10મી માર્ચે તથા 12મી માર્ચે એમ ઉપરાઉપરી બે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતમાં દાખલ થવાની સંભાવના છે અને તેના પ્રભાવ હેઠળ 11 થી 14 માર્ચ દરમિયાન પર્વતીય રાજ્યોના ભાગોમાં હિમવર્ષા તથા વરસાદ પડવાની સંભાવના છે.
8 થી 15 માર્ચની આગાહી કરતાં અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે તા.10મી સાંજ સુધી ઉત્તર પશ્ચિમ -ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવન ફુંકાશે ત્યારબાદ દિશા પલ્ટાવા સાથે પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના રહેશે. પવનની ઝડપ 8 થી 15 કિ.મી.ની રહેશે અને ક્યારેક ઝાટકાના પવનોની ગતિ 20 થી 25 કિ.મી. સુધી પહોંચી જવાની સંભાવના છે.
નોર્મલ તાપમાનનું લેવલ હવે વધી રહ્યું છે. ન્યુનત્તમ નોર્મલ તાપમાન હવે 17થી 18 ડીગ્રી ગણાય છે. 10 થી 13 માર્ચ દરમ્યાન આ ન્યુનત્તમ તાપમાનમાં બે ડીગ્રીનો વધારો થશે અને તે 16 થી 09 ડીગ્રીની રેન્જમાં રહી શકે છે.
મહત્તમ તાપમાનમાં પણ સમાન સ્થિતિ રહી શકે છે. નોર્મલ મહત્તમ તાપમાન 34 થી 35 ડીગ્રી છે. જે 10 થી 13 માર્ચ દરમ્યાન બે ડીગ્રી વધીને 34 થી 37 ડીગ્રીની રેન્જમાં પહોંચી શકે છે.
ઉત્તર ભારતને પ્રભાવિત કરનાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની આફટર ઇફેક્ટ વર્તાવાની હોય તેમ તા.14મીએ તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. આગાહીના સમયગાળામાં તા.12 અને 13 માર્ચે કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળવર્ષા થવાની સંભાવના છે.