પ્રથમ નેશનલ ક્રિટીકસ એવોર્ડ આર.જે.રોનક, જયા કિશોરી, મૈથિલી ઠાકુર સહિતની હસ્તીઓને પીએમના હસ્તે એનાયત
વડાપ્રધાન મોદીએ આજે ભારત મંડપમમાં પ્રથમ રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર સમારોહમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ આજે ભારત મંડપમમાં પ્રથમ રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર સમારોહમાં ભાગ લીધો હતો. અહીં તેમણે અનેક રચનાકારોને વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારથી સન્માનીત કર્યા હતા. આ તકે વડાપ્રધાન મોદીએ મલ્હાર કલાબેને સ્વચ્છતા રાજદૂત પુરસ્કારથી સન્માનીત કર્યા હતા. આ તકે મોદીએ કહ્યું હતું કે- મલ્હાર, આ જે લોકો ક્રિએટર છે ને, એમાંથી કેટલાક લોકો એ પણ કહે છે કે શું ‘ખાવું’ જોઈએ? મોદીના આ શબ્દો પર પુરો હોલ હાસ્યથી ગુંજી ઉઠયો હતો.
આ તકે મલ્હારે જણાવ્યું હતું કે હું છેલ્લા સાડા છ વર્ષથી પર્યાવરણ કાર્યકર્તા છું, અમે 500થી વધુ સફાઈ અભિયાન ચલાવ્યા છે. 80 લાખ કિલોથી વધુ કચરો મુંબઈમાંથી સાફ કર્યો છે. ઘણા લોકો અમને ‘કચરાવાલા’ કહી બોલાવે છે. પણ અમે રોકાવાના નથી. કારણ કે દેશને સાફ કરવાનો છે તો હાથ ગંદા કરવા પડશે.
મલ્હારે પીએમ મોદીને આગ્રહ કર્યો હતો કે આપે ગત વર્ષે અંકિત ભાઈની સાથે પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. હું ઈચ્છુ છું કે આપ પણ મને મોકો આપશો. જેના પર મોદીએ જવાબ આપ્યો- જરૂર મોકો મળશે. દરેક પ્રકારની સફાઈમાં કામ આવી શકે છે. આ ચૂંટણીમાં પણ ‘સફાઈ’ થવાની છે! આર.જે.રોનક, જયા કિશોરી, મૈથિલી ઠાકુર પણ એવોર્ડથી સન્માનીત: વડાપ્રધાન મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથિલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર એનાયત કર્યા હતા.
જયા કીશોરીને સામાજીક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકાર પુરસ્કાર પ્રદાન કર્યો હતો. વડાપ્રધાને ડુ હિકસને પણ સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર પ્રદાન કર્યો હતો.



