કેનેડામાં ઠાર મરાયેલા શીખ આતંકી હરદીપસિંહ નિજજરની હત્યાનો પહેલો વિડીયો બહાર આવ્યો છે
સરેમા પાર્કીંગ લેનમાં જ અગાઉથી તૈયાર શુટરે નિજજરને ગોળી મારી ઠાર માર્યો હતો
કેનેડામાં ઠાર મરાયેલા શીખ આતંકી હરદીપસિંહ નિજજરની હત્યાનો પહેલો વિડીયો બહાર આવ્યો છે. નવ માસ પહેલા નિજજરની હત્યા કરવામાં આવી હતી અને તેના પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં અત્યંત તનાવ પેદા થયો છે. જો કે આ વિડીયો અત્યંત દુર રહેલા કેમેરામાં ઝડપાયેલી તસ્વીરોથી બનાવાયો છે. સીબીએસ ન્યુઝના રિપોર્ટ મુજબ આ વિડીયો અસલી હોવાનું પણ ચકાસણી કરવામાં આવી હતી. ગત વર્ષે જુન માસમાં કેનેડાના રાજય બ્રિટીશ કોલીંબીયાના સરેમાં એક ગુરુદ્વારા પાસે નિજજરની હત્યા કરવામાં આવી હતી. આ વિડીયોમાં જોઈ શકાય છે કે નિજજર પોતાની ગ્રે રંગની પિકઅપ ટ્રકને પાર્કીંગમાંથી બહાર કાઢી રહ્યો હતો તે સમયે પાર્કીંગની બાજુની લેનમાંથી જ એક સફેદ સેડાન ગાડી તેની સાથે જ આગળ વધતી દેખાઈ છે
જેઓ નિજજરનો ટ્રક પાર્કીંગમાંથી બહાર નીકળ્યો કે તુર્તજ ગાડીએ તેને આગળ વધતો રોકી દીધો હતો અને બે લોકોએ ગાડીની બહાર નીકળી ટ્રકમાં રહેલા નિજજરને ગોળીઓ મારી ઠાર માર્યો હતો. બાદમાં તેઓ અગાઉથી તૈયાર રખાયેલ એક ટોયેટો કારમાં નાસી છુટયા હતા. જો કે કેનેડા પોલીસે હજુ આ વિડીયો અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.



