ગુજરાત

શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા આપી સૂચના, બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત

હવે શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે કર્યો આદેશ, ટાંક્યું કારણ

રાજ્યની શાળાઓમાં તમે અનેક વાર શિક્ષકોને પાન મસાલા ખાતા જોયા જ હશે. જોકે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગે પણ હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે હવે ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગે એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો છે. આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન  કરતા શિક્ષકો  સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button