ગુજરાત

ભાજપના ઉમેદવારોના બીજા લિસ્ટમાં 72 ઉમેદવારોના નામ જાહેર ,

ગુજરાતની 7 બેઠક પરના ઉમેદવારોના નામ પણ સમાવેશ કરવામાં આવ્યા છે ,

ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતની 7 બેઠક પરના ઉમેદવારોના નામ પણ સમાવેશ કરવામાં આવ્યા છે. ગુજરાતની બેઠકો પરના ભાજપના ઉમેદવારોના આ બીજા લિસ્ટમાં એક મોટા અપસેટ તરીકે સુરત બેઠક પરથી વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષને હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળની ટીકીટ પણ કપાઈ છે. નવી યાદીમાં કુલ 72 નામ જાહેર કર્યા આજે ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત, દિલ્હી, દમણ દીવ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ સહિતના રાજ્યની કુલ 72 બેઠકોનો યાદીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, વડોદરામાં રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરમાં જશુભાઇ રાઠવા, સુરતમાં મુકેશભાઈ દલાલ, વલસાડમાં ધવલ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને ફરીથી મોકો આપ્યો આ ઉપરાંત હિમાચલના હમીરપુરથી અનુરાગ ઠાકુર, કર્ણાટકના ધારવાડથી પ્રહલાદ જોશી, બેંગલોર સાઉથથી તેજસ્વી સૂર્યા, નાગપુરથી નીતિન ગડકરી, ડિંડોરીથી ભારતી પવાર, મુંબઈ નોર્થથી પિયુષ ગોયલ, બીડથી પંકજા મુંડે, હરિદ્વારથી ત્રિવેન્દ્રસિંહ રાવત, જ્યારે હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને ટિકિટ આપવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button