દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધે તેવા સંકેત , તા.16ના રોજ હાજર થવાનું સ્વીકાર્યુ હતું હવે ઉપલી અદાલતમાં રીટ
ઈડીએ આઠ આઠ સમન્સ ઈશ્યુ કર્યા હોવા છતાં કેજરીવાલ એક પણ વખત પુછપરછ માટે પહોંચ્યા નથી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધે તેવા સંકેત છે. શરાબ ગોટાળામાં એન્ફોર્સમેન્ટ વિભાગના સમન્સ સામે તેઓએ અદાલતમાં આજે રીટ દાખલ કરી હતી તેમાં તેઓએ તા.16ના રોજ અદાલતમાં હાજર થવા ખાતરી આપી હતી પરંતુ તે પુર્વે જ આજે તેમણે મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજુ થવા સામે ઉપલી અદાલતમાં અરજી કરી છે અને પોતાની જ ખાતરી છતા પણ હાજર થવા સામે સ્ટે માંગ્યો છે.
ઈડીએ આઠ આઠ સમન્સ ઈશ્યુ કર્યા હોવા છતાં કેજરીવાલ એક પણ વખત પુછપરછ માટે પહોંચ્યા નથી અને અદાલતી દ્વાર ખટખટાવીને તારીખ પે તારીખનો ખેલ કરી રહ્યા છે તેમને ગત 2 નવેમ્બરથી ઈડીએ સમન્સ મોકલવાનું શરૂ કર્યુ હતું જેમાં તેઓએ એક બાદ એક કારણો દર્શાવીને અને ઈડીના સમન્સને પણ ગેરકાનુની ગણાવીને અદાલતમાં પડકાર્યા છે.
જેમાં છેલ્લે તેણે મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા માટે ખાતરી આપી હતી પરંતુ હવે તેમાં પણ તેઓએ ઉપલી અદાલતનું દ્વાર ખટખટાવ્યુ છે. આમ હવે ઈડી અને અદાલત કેજરીવાલ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.



