ગુજરાતમાં વર્ગ-3ના કર્મચારીઓને મિલ્કત-આવકની વાર્ષિક માહિતી આપવાનું ફરજીયાત ,
ગુજરાત સરકારનો પરિપત્ર: 15મે સુધીની મુદત પંચાયત-પાલિકા-બોર્ડ નિગમ-પોલીસ સહિત તમામ વિભાગોના કર્મચારીઓને લાગૂ

રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી પૂર્વે જ મહત્વપૂર્ણ પરિપત્ર ઇસ્યુ કરીને વર્ગ-3ના કર્મચારીઓ માટે પણ દર વર્ષે મિલ્કત-આવક જાહેર કરવાનું ફરજીયાત બનાવ્યું છે. આ માટે સરકારી પોર્ટલમાં માહિતી અપલોડ કરવી પડશે. ચાલુ વર્ષ માટે 15મી મેની મહેતલ આપવામાં આવી છે. જ્યારે આવતા વર્ષથી કેલેન્ડર વર્ષ પૂર્ણ થયાના બીજા જ મહિને માહિતી આપવાની રહેશે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્ય પત્રિત (ગેઝેટેડ) ઓફિસરો માટે વાર્ષિક સ્થાવર મિલ્કતનું પત્રક ભરવાનું ફરજીયાત હતું. હવે વર્ગ-3ના કર્મચારીઓ માટે પણ વાષિ4ક મિલ્કતપત્રક ભરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. કર્મયોગી સોફટવેરમાં ઓનલાઇન પત્રક ભરવાનું રહેશે.
પરિપત્રમાં જણાવાયું છે કે કર્મચારીઓએ પ્રથમ નિમણુંક વખતે અને ત્યારબાદ દર વર્ષે પત્રક ભરવાનું રહેશે એટલું જ નહીં વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ મિલ્કતના વ્યવહારો કરતી વખતે પણ નિયત નમુનામાં ‘કર્મયોગી’ સોફટવેરમાં વિગતો રજાુ કરવાની રહેશે. સમગ્ર કામગીરીમાં કર્મચારીોને એચઆરપીએન નંબર જનરેટ કરવા, રજીસ્ટ્રેશન કરવા અને વર્ષ 2023ના કેલેન્ડર વર્ષના મિલ્કતપત્રકો ભરવાની કામગીરી 15-5-2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. આ માટે સંવર્ગ સંચાલક સતાધિકારીોએ મોનીટરીંગ કરવાનું રહેશે.
કેલેન્ડર વર્ષ 2024થી મિલ્કતપત્રકો ભરવાની કામગીરી વર્ષ પૂર્ણ થયા પછીના મહિનામાં અર્થાત જાન્યુઆરીમાં જ કરવાની પણ સુચના જારી કરવામાં આવી છે.
સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ શબાના કુરેશીની સહીથી ઇસ્યુ થયેલા પરિપત્રમાં અન્ય વર્ગના કર્મચારી-અધિકારીઓએ પત્રક ભરવાના બાકી હોય તેઓને 31 માર્ચ સુધીની મુદત આપવામાં આવી છે. 31 માર્ચ સુધીમાં પત્રક ભરવામાં ન આવે તો ગેરશિસ્ત ગણીને પગાર અટકાવવાની કાર્યવાહી થશે.
રાજ્યના વર્ગ-3માં પોલીસ, પંચાયત સેવા, નગરપાલિકા-મહાપાલિકા, બોર્ડ નિગમ, સરકારની સ્વાયત સંસ્થાઓ, જાહેર સાહસો વગેરેના કર્મચારીઓને પણ આ નિયમો લાગુ પડશે અને નિમણુંક વખતે તથા ત્યારબાદ દર વર્ષે મિલ્કત-આવકના પત્રક ઓનલાઇન ભરવા પડશે. ફીક્સ પગારના વર્ગ-3ના કર્મચારીઓને પણ મિલ્કત-આવક પત્રકો ભરવાનો નિયમ લાગુ થશે.