ઈકોનોમી

શેર બજારમાં રોનક પરત ફરી, સેન્સેક્સ જોરદાર ઉછાળા સાથે બંધ, રોકાણકારોએ 8 લાખ કરોડ છાપ્યા

મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો

બુધવારના મોટા ઘટાડા પછી, ગુરુવાર, 14 માર્ચના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારના રોકાણકારો માટે રાહત મળી. આઈટી, એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેથી મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે  તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 73000ને પાર કરી 335 પોઈન્ટના ઉછાળા સાથે 73,097 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,000 પાર કરવામાં સફળ રહ્યો હતો અને 149 પોઈન્ટ વધીને 22,146 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર કમબેક કર્યુ હતું.  નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 930 પોઈન્ટ અથવા 2.02 ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. જો કે સવારના ઘટાડાના સ્તર પરથી જોવામાં આવે તો મિડકેપ ઈન્ડેક્સમાં 1600 પોઈન્ટથી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 700 પોઈન્ટની નીચી સપાટીથી રિકવરી જોવા મળી છે. આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. માત્ર બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે અને 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 35 શૅર્સ લાભ સાથે અને 15 ઘટાડા સાથે બંધ થયા હતા.

ગુરુવારના સત્રમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે બુધવારે ઘટીને 14 લાખ કરોડ રૂપિયા ઘટી ગયો હતો.. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 380.16 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 372.11 લાખ કરોડ હતું.

બુધવારના મોટા ઘટાડા પછી બીજા દિવસે ગુરુવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. વેલ્યુ સ્ટોક્સના શૈલેષ સરાફના મતે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યારે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બજાર મજબૂત રહેશે. વેલ્યુ સ્ટોક્સ અનુસાર PSU શેરોએ મજબૂત વળતર આપ્યું છે. 2023 માં, નિફ્ટી PSE ઇન્ડેક્સ 77% વધ્યો, જે નિફ્ટી50 ના 20% વળતરને વટાવી ગયો. PSE ઇન્ડેક્સે 2024 માં નિફ્ટી50 ના 3% વળતરની તુલનામાં 21% વળતર આપ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button