લોકસભા સાથે ગુજરાતની છ ધારાસભા ચૂંટણીઓની પણ પેટાચૂંટણી યોજાશે ,
આદમી પાર્ટીના ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપવાની સાથે વિધાનસભામાંથી પણ રાજીનામુ આપતા આ તમામ બેઠકો ખાલી પડી છે અને તેના પર હવે લોકસભા ચૂંટણીની સાથે જ ધારાસભાની પેટાચૂંટણીઓ યોજાશે તે નિશ્ચિત છે.

લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં ધારાસભાની છ બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાશે. હાલમા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપવાની સાથે વિધાનસભામાંથી પણ રાજીનામુ આપતા આ તમામ બેઠકો ખાલી પડી છે અને તેના પર હવે લોકસભા ચૂંટણીની સાથે જ ધારાસભાની પેટાચૂંટણીઓ યોજાશે તે નિશ્ચિત છે.
વિપક્ષી ધારાસભ્યોના રાજીનામાની શરુઆત આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી અને ત્યારબાદ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તેમજ વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ રાજીનામા આપતા તેમના સ્થાન ખાલી પડયા છે.
આ ઉપરાંત વાઘોડીયાના ધારાસભ્ય કે જેઓ ભાજપમાં બળવો કરીને અપક્ષ તરીકે ચુંટાયા હતા તે ધર્મેન્દ્રસિંહ ઝાલાએ પણ ધારાસભા છોડી છે અને આ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. હજુ પણ એક-બે કોંગ્રેસી ધારાસભ્યો ભાજપના ટાર્ગેટમાં છે પરંતુ માનવામાં આવે છે કે પેટાચૂંટણીઓ માટે પંચે નિર્ણય કરી લીધો હોય હવે રાહ જોવાશે