દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળ્યા, 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે ,
અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં રારૂઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને મોકલેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો
સીએમ અરવિંદ કેજરીવાલ શનિવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે. દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળ્યા છે, તેમને 15 હજાર રૂપિયાના બોન્ડ ભરવા પડશે. આ કેસની સુનાવણી રાઉઝ એવન્યુના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં ચાલી રહી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શનિવારે કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા છે. કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.
જેને લઇ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે કહ્યું કે જો કેજરીવાલ મુક્તિ ઈચ્છે છે, તો તેમણે સમન્સને લઇ હાજર થવું પડશે. કોર્ટના આદેશનું પાલન કરવા માટે કેજરીવાલે હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો તેને રુબરુ હાજરીમાંથી મુક્તિ જોઈતી હોય તો સંબંધિત કોર્ટ સમક્ષ રજુઆત કરી શકે છે. આજે કેજરીવાલ હાજર રહેતા તેમને જામીન મળી ગયા છે.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં રારૂઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમને મોકલેલા સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો



