જાણવા જેવું

ટેસ્લા સહિતના વિદેશી ઇલેકટ્રીક ઉત્પાદકો માટે ભારતના દ્વાર ખુલ્લી ગયા , 3 વર્ષમાં કંપનીએ ભારતમાં જ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવો ફરજિયાત

પ્રથમ તબકકામાં 15 ટકા હેઠળ આયાતની સુવિધા પાંચ વર્ષ માટે રહેશે. કંપનીને આ માટે વધુમાં વધુ 40000 ઇલેકટ્રીક વ્હીકલ કે જેમાં દર વર્ષ 8000 કે તેથી ઓછા વ્હીકલ આયાત કરવાની મંજૂરી આપશે

ટેસ્લા સહિતના વિદેશી ઇલેકટ્રીક ઉત્પાદકો માટે ભારતના દ્વાર ખુલ્લી ગયા છે અને આજે મોદી સરકારે નવા ઇલેકટ્રીક વાહનોની આયાતમાં કસ્ટમ ડયુટીમાં મોટો ઘટાડો કરીને ભારતમાં જ કંપનીઓ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપે તે માટેની યોજનાની જાહેરાત કરી છે. દેશમાં 4150 કરોડનું નવું મુડી રોકાણ ઇલેકટ્રીક વ્હીકલ ઉત્પાદન માટે જરૂરી છે અને તેમાં સરકારે 35000 ડોલર સુધીની કિંમત ધરાવતા જેમાં વાહનની કિંમત ઉપરાંત વીમા અને શીપમેન્ટ સહિતના ભાડા પણ આવી જાય છે.

તે પ્રકારના વાહનોના એસેમ્બલી માટે ભારતમાં પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો તેના પર ફકત 1પ ટકાની કસ્ટમ ડયુટી લાગશે. આ માટે પૂર્ણ રીતે એસેમ્બલી મોડેલ ભારતમાં લાવી શકાશે પરંતુ કંપનીએ ત્રણ વર્ષમાં જ તેનો ઉત્પાદન પ્લાન્ટ ભારતમાં સ્થાપવો જરૂરી બની જશે અને પાંચ વર્ષમાં કંપનીએ તેની આયાતના સમકક્ષ ઉત્પાદનના ટાર્ગેટ મેળવી રહેવાનો રહેશે.

પ્રથમ તબકકામાં 15 ટકા હેઠળ આયાતની સુવિધા પાંચ વર્ષ માટે રહેશે. કંપનીને આ માટે વધુમાં વધુ 40000 ઇલેકટ્રીક વ્હીકલ કે જેમાં દર વર્ષ 8000 કે તેથી ઓછા વ્હીકલ આયાત કરવાની મંજૂરી આપશે અને બાદમાં તેણે ભારતમાં પ્લાન્ટ સ્થાપવો જરૂરી બની જશે.

કંપનીએ 3 વર્ષમાં કોમર્શિયલ પ્રોડકશન ચાલુ કરી દેવાનું રહેશે. જોકે ભારતની કંપની ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે રીતે દેશમાં ઇ-વ્હીકલ  માટે મૂડીરોકાણ કરી રહ્યું છે તેના માટે જબરો પડકાર સર્જાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button