ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એક જ તબકકામાં પ્રારંભીક તબકકામાં જ મતદાન થાય તેવા સંકેત છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમીત શાહે આજે તેમના મતક્ષેત્રમાં પ્રચાર શરૂ કર્યા છે

આવતીકાલે લોકસભા ચૂંટણીનના કાર્યક્રમની જાહેરાત થશે તેમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર એક જ તબકકામાં પ્રારંભીક તબકકામાં જ મતદાન થાય તેવા સંકેત છે.
રાજયમાં ભાજપે 22 બેઠકોના ઉમેદવાર જારી કર્યા છે અને ચાર બેઠકોના ઉમેદદવાર ગમે તે સમયે જાહેર થશે પણ જે રીતે ભાજપ આગળ વધી રહ્યો છે તે જોતા એપ્રિલ માસમાં જ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે તેવા સંકેતો છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમીત શાહે આજે તેમના મતક્ષેત્રમાં પ્રચાર શરૂ કર્યા છે તેઓ ઘાટલોડીયા ક્ષેત્રે જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મતક્ષેત્ર છે ત્યાં સ્વામીનારાયણ મંદિર (ગુરુકુળ) માં દર્શન કરીને પછી આ વિસ્તારમાં નાની પદયાત્રા કરી હતી.
બાદમાં તેઓ ભાજપના વડામથક પહોંચ્યા હતા જયાં તેમના મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્યોને મળ્યા હતા અને ચુંટણી વ્યવસ્થા ગોઠવી છે. શ્રી શાહ રાષ્ટ્રીય સ્તરે પણ પ્રચારમાં વ્યસ્ત રહેશે તેની ભાજપના સ્થાનિક નેતાઓ જ શ્રી શાહના પ્રચારની જવાબદારી સંભાળશે.