AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં અસદુદ્દીન ઓવૈસીએ માંગ કરી છે કે CAA કાયદા હેઠળ, સરકારે નાગરિકતા સંશોધન કાયદાની કલમ 6ઇ હેઠળ કોઈને પણ નાગરિકતા આપવી જોઈએ નહીં
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ઓવૈસીએ નાગરિકતા સંશોધન કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. ભારતીય યુનિયન મુસ્લિમ લીગે પણ CAAવિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તાજેતરમાં સરકાર નોટિફિકેશન જારી કરીને દેશભરમાં ઈઅઅ લાગુ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં અસદુદ્દીન ઓવૈસીએ માંગ કરી છે કે CAA કાયદા હેઠળ, સરકારે નાગરિકતા સંશોધન કાયદાની કલમ 6ઇ હેઠળ કોઈને પણ નાગરિકતા આપવી જોઈએ નહીં. CAAવિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓમાં CAA કાયદાને બંધારણ વિરૂદ્ધ અને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદો 2019 સામે 200 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે. CAA કાયદાને વર્ષ 2019માં જ સંસદે મંજૂરી આપી હતી અને ત્યારથી આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.
નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 હેઠળ, સરકાર પાસે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે જેઓ ધાર્મિક અત્યાચારનો ભોગ બન્યા બાદ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવ્યા હતા.
આ કાયદા હેઠળ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે, પરંતુ મુસ્લિમ સમુદાયને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. આ કારણોસર આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાયદાનો વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે તે ધર્મના આધારે ભેદભાવ કરી રહ્યો છે, જે ભારતીય બંધારણની વિરૂદ્ધ છે.
જો કે, સરકારની દલીલ છે કે CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી અને સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે CAA કાયદો પાછો ખેંચવામાં આવશે નહીં.



