ગુજરાત
રાજ્યની વિધાનસભાની છ ખાલી બેઠકોમાં વિજાપુર, ખંભાત, વાઘોડીયા, માણાવદર અને પોરબંદરમાં પેટા ચૂંટણીની જાહેરાત
ગુજરાતમાં પાંચ ધારાસભા બેઠકો પર લોકસભાની સાથે જ મતદાન: વિસાવદર અંગે જાહેરાત નહીં થતાં આશ્ચર્ય

દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 13 રાજ્યોની 26 ધારાસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાશે જેમાં ગુજરાતમાં પણ 5 ધારાસભા બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજવા નિર્ણય લેવાયો છે. જે લોકસભા ચૂંટણી સાથે આ બેઠકોમાં પણ ધારાસભા બેઠક માટે મતદાન થશે.
ગુજરાતમાં વિજાપુર, ખંભાત, વાઘોરીયા, માણાવદર અને પોરબંદર બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે વિસાવદર ધારાસભા બેઠક કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીને રાજીનામાથી ખાલી પડી છે તે અંગે ચૂંટણીપંચે આજે કોઇ જાહેરાત વગર જબરો સસ્પેન્સ સર્જાયો છે.
ત્રીજા તબકકામાં લોકસભા ચૂંટણી સાથે આ ધારાસભા પેટા ચૂંટણીઓ યોજાશે.
Poll not found