એલ્વિશ યાદવ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબર એલ્વિશ યાદવ ની નોઈડા પોલીસે ધરપકડ કરી છે….
એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે
એલ્વિશ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. સાંપના ઝેર મામલે નોઈડા પોલીસે એક્શન લેતા તેની ધરપકડ કરી લીધી છે. યુટ્યુબર પર પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવાનો મોટો આરોપ લાગ્યો છે. 8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ મામલે FIR નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું. આરોપીઓ પાસેથી 5 કોબ્રા, 2 બે મોઢાવાળા સાપ (Red Sand Boa), એક અજગર અને 1 રેટ સ્નેક મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આ સાપના ઝેરનો ઉપયોગ પાર્ટીઓમાં કરવામાં આવતો હતો.
એલ્વિશ યાદવ એક સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે, જેનો જન્મ હરિયાણાના ગુરુગ્રામમાં થયો હતો. એલ્વિશ યાદવ એક YouTuber છે. તેની યુટ્યુબ ચેનલ એલ્વિશ યાદવના હાલમાં લગભગ 14.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની પાસે એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની બીજી YouTube ચેનલ છે, જેના લગભગ 7.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. એલ્વિશ યાદવ ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે, જેના પર તેના 16 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.



