ગુજરાત
પાટીદારો મુદ્દે વિપુલ ચૌધરી બાદ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે.
કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે

પાટીદારો મુદ્દે વિપુલ ચૌધરી બાદ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીના આ વાયરલ વીડિયોથી પાટીદાર સમાજમાં વિરોધના સુર ઉઠ્યો છે. કાજલ હિન્દુસ્તાનીનો વિડીયો વાયરલ થયા બાદ મનોજ પનારા સહિતના આગેવાનોએ ફરીયાદ નોંધાવવાની તૈયારી કરી છે. મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જશે. મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન પાયાવિહોણું છે. કાજલ હિન્દુસ્તાની માફી માગે, કાજલ હિન્દુસ્તાની ભાષાની મર્યાદા રાખે.
Poll not found