અલનીનો નબળુ પડયુ ભારતનું ચોમાસુ ટનાટન રહેવાના સંકેત ,
પેસીફીક સમુદ્રની વર્તમાન સ્થિતિ આગામી દિવસોમાં બદલાઈ જશે: ચોમાસા માટે ખૂબ જ મદદરૂપ લા-નીનોના ઉદભવની 62 ટકા શકયતા: ગત વર્ષ કરતા પણ ચોમાસુ સારૂ રહેવાની આગાહી
એક તરફ દેશમાં ગરમીનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે અને તેની સાથે નૈઋત્યના ચોમાસા અંગે પણ આગામી સમયમાં ભારતીય હવામાનખાતુ ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત બની જશે તે સમયે બે અમેરિકન આબોહવા એજન્સી, કલાઈમેન્ટ પ્રીડીકશન સેન્ટર અને નેશનલ વેધર સર્વિસે જાહેર કર્યુ છે કે, પેસીફીક મહાસાગરમાં સર્જાતુ અલનીનો નબળુ પડયુ છે અને તેના કારણે ભારત સહિતના દેશોમાં નૈઋત્યનુ ચોમાસુ સુપર ડુપર રહે તેવી શકયતા છે.
બંને એજન્સીઓએ જણાવ્યું કે, વર્તમાન અલનીનોની સ્થિતિ જેના કારણે દક્ષિણ એશિયામાં ગરમીનો પ્રકોપ પણ રહેવાનો છે પરંતુ એપ્રિલ-જૂન 2024 સુધીમાં તે પરીસ્થિતિ બદલાઈ જશે અને જૂનથી ઓગષ્ટ માસ સુધીમાં લા-નીનોની શકયતા 62 ટકા છે અને તેથી લા-નીનો જે નૈઋત્યના ચોમાસા માટે મહત્વપૂર્ણ પુરવાર થાય છે તેના કારણે ભારતમાં ચોમાસુ સારુ રહેશે.
કેન્દ્રના અર્થસાયન્સ મંત્રાલયના પુર્વ સચીવ માધવન રાજીવને જણાવ્યું કે, જો અલનીનોનું તટસ્થ રીતે લા-નીનોમાં પરીવર્તન થાય તો નૈઋત્યનું ચોમાસુ ગત વર્ષ કરતા પણ સારુ રહેશે. જો કે અત્યારથી જ તેની આગાહી કરવી મુશ્કેલ છે પરંતુ તમામ પરિબળો આ સ્થિતિ ભણી સંકેત આપે છે.



