AAP પર કેમ ગુસ્સે થયા યુવરાજસિંહ જાડેજા સાથેની ખાસ વાતચીતમાં કર્યા મોટા ધડાકા ,
આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુવરાજસિંહને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેઓએ અનેક મોટા-મોટા ખુલાસા કર્યા હતા. તેઓએ પેપરલીક કાંડથી લઈને ડમીકાંડ સુધીની વિગતવાર માહિતી આપી હતી.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ મોટા ધડાકા કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લેઆમ આમ આદમી પાર્ટી પાર્ટી સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.
આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુવરાજસિંહને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેઓએ અનેક મોટા-મોટા ખુલાસા કર્યા હતા. તેઓએ પેપરલીક કાંડથી લઈને ડમીકાંડ સુધીની વિગતવાર માહિતી આપી હતી. કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ પરથી તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ હોય તેવું સ્પષ્ટ લાગી આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, દરેક પરિસ્થિતિમાં હંમેશા મારી પડખે કોઈ આમ આદમી પાર્ટીના નેતા નહીં, પરંતુ વિદ્યાર્થીઓ જ ઉભેલા છે. વિદ્યાર્થીઓ જ મારા ટેકેદાર બન્યા છે અને પીઠબળ બન્યા છે.
એટલું જ નહીં જ્યારે હું જેલમાં હતો, ત્યારે મારા પરિવારને મોરલ સપોર્ટ પણ કોઈ નેતા કે આગેવાન દ્વારા આપવામાં આવ્યો નથી. જ્યારે હું જેલમાંથી છુટ્યો ત્યારે મને રિસીવ કરવા માટે પણ કોઈ નેતા કે આગેવાન નહીં પરંતુ વિદ્યાર્થીઓ જ આવ્યા હતા. જેથી હું વર્તમાન સમયમાં હું આમ આદમી પાર્ટીના નેતા નહીં પરંતુ વિદ્યાર્થી નેતાની ટેગલાઈનને લઈને જ આગળ ચાલું છું. આ સાથે જ તેઓએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંગઠનના ભાગરૂપે મારી સાથે કોઈ જ નેતા નથી. પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે હું ગમે તે કરવા તૈયાર છું.