વિપક્ષી છાવણીની પણ બેઠકો શરૂ તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા કોંગ્રેસ-ડાબેરી નેતાઓને મળશે ,
ઉતરપ્રદેશમાં બાકીની બેઠકો પર ઉમેદવારો પસંદ કરવાની તૈયારી: જો કે બિહાર-મહારાષ્ટ્રમાં સાથી પક્ષોને સંતોષવામાં કસોટી
લોકસભા ચૂંટણીનું લાંબુ શેડયુલ જાહેર થતા જ હવે તા.19 એપ્રિલે પ્રથમ તબકકાના મતદાન અને 21 રાજયોની 102 લોકસભા બેઠકો માટે થનારા મતદાનમાં આવનારા રાજયોમાં હવે ઉમેદવારી પસંદગીની પ્રક્રિયા ભાજપે શરૂ કરી છે અને આજે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની મળનારી બેઠકમાં ઉતરપ્રદેશની 25 જેટલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી થશે.
ભાજપે આ રાજયમાં 51 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે તે બાદ પણ બે બેઠકોમાં ફેરફાર આવશે તો બીજી તરફ રાજદના વડા તેજસ્વી યાદવ દિલ્હી પહોંચ્યા છે અને તેઓ અહી કોંગ્રેસ તથા ડાબેરી નેતાઓને મળીને બિહારની 40 લોકસભા બેઠક માટે ત્રણેય પક્ષો વચ્ચે બેઠક સમજુતી અંગે ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ 10 બિહારમાં ભાજપ નેતૃત્વના એનડીએમાં પણ હજું બેઠક સમજુતી અંગે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી. ખાસ કરીને જનતાદળ (યુ) 16 અને ભાજપે 17 બેઠકો લડવા તૈયારી કરી છે.
પણ ખાસ વિવાદ રાષ્ટ્રીય જનશક્તિ પાર્ટીમાં ચોતરફ વિખવાદમાં સ્વ. રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનને ભાજપે સાથે લેતા તેના કાકા પશુપતિ પાસવાન હવે જો તેમને લોકસભા માટે પુરતી બેઠકો નહી ફાળવાય તો વિપક્ષ છાવણીમાં જવાની ચીમકી આપી છે. ભાજપે અહી રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહા અને હિન્દુસ્તાની અયામ મોરચાના જીતનરામ માંજીને પણ સાચવવાના છે.
એનડીએની બીજી કસોટી મહારાષ્ટ્રમાં થશે. જયાં પક્ષે શિવસેના-શિંદેજૂથ ઉપરાંત એનસીપી, અજીત પવાર જૂથને સાથે રાખીને રાજયની 48 બેઠકો લડવાની છે અને હજુ અહી પુરી રીતે બેઠક સમજુતી થઈ નથી. સરકારમાં ભાજપ બન્ને પક્ષો વધુ બેઠકો માંગી રહ્યા છે અને તેથી આજે મળનારી ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠક અંગે ચર્ચા માટે રાજયના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને ખાસ ગઈકાલે દિલ્હી બોલાવી લેવાયા છે અને તેની સાથે પક્ષના સીનીયર નેતાઓ પણ પહોંચી ગયા છે.
લોકસભા ચૂંટણી આવતા જ હાઈકોર્ટથી લઈ ચુંટણીપંચ સુધી અને ઉચ્ચ અધિકારીઓમાં પણ રાજીનામાની કતાર લાગી છે અને તેમાં અનેક લોકસભા ચૂંટણી લડે તેવી શકયતા છે. તે વચ્ચે પોંડીચેરીના લેફ. ગવર્નર તમિલીસાઈ સૌંદર્યરાજન એ હોદા પરથી રાજીનામુ આપી દીધુ છે અને તેઓ હવે ચુંટણી લડે તેવી શકયતા છે.
ટી.સૌંદર્યરાજન એ 2019માં ડીએમકેના નેતા કન્નીમોજી સામે ભાજપની ટિકીટ પર ચુંટણી લડી હતી પરંતુ પરાજીત થયા હતા. 2009માં પણ તેઓએ ડીએમકેના ઉમેદવાર સામે ચેન્નઈ ઉતર બેઠક પરથી લોકસભામાં પહોંચવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને સફળતા મળી ન હતી.
હવે ફરી એક વખત જયારે તામિલનાડુમાં ભાજપે તેની તમામ તાકાતો લગાવી છે તે સમયે તેમને ફરી એક વખત ચુંટણી લડવા માટે ભાજપ જુગાર ખેલે તેવી શકયતા છે.



