વિશ્વ

અમેરિકાના બોસ્ટનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યા, હત્યારાઓ મૃતદેહને જંગલમાં જ મૂકીને રફુચક્કર થઇ ગયા

હુમલાખોરોએ આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના રહેવાસી વિદ્યાર્થીની હત્યા કરી હતી અને તેના મૃતદેહને કારમાં જંગલની અંદર છોડી દીધો હતો.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની હત્યાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે રહેલ  20 વર્ષીય પારુચુરી અભિતીજની હત્યા થઈ છે. હુમલો કરનારાઓએ આંધ્રપ્રદેશનાં ગુંટૂંર જીલ્લામાં રહેનાર છાત્રની હત્યા કરી અને તેનાં મૃતદેહને એક જંગલની અંદર કારમાં છોડી દીધો હતો. તે તેનાં માતા-પિતા પરુચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મીને એકનો એક દિકરી હતો.

ન્યુઝ એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ પરુચુરી અભિજીત નાનપણથી જ ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી રહ્યો છે. તેમનાં પરિવારનાં સદસ્યોનાં જણાવ્યા અનુસાર તેમની માતા શરુઆતમાં ઈચ્છતી ન હતો કે તે અભ્યાસ અર્થે વિદેશ જાય પરંતું બાદમાં પરિવારજનોની સહમતી બાદ તેને ભણવા માટે મોકલવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ હુમલાખોરેએ પૈસા તેમજ લેપટોપ લઈ અભિજીતની હત્યા કરી હશે. યુનિવર્સિટીમાં અન્ય એક બીજ વિદ્યાર્થી સાથે ઝઘડાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.  કૈપસમાં થયેલ હત્યાએ ઘણી શંકાઓ ઉપજાવી છે. અમેરિકામાં તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેનાં પાર્થિવ દેહને ગુંટૂર જીલ્લાનાં બુર્રિપાલેમમાં લાવવામાં આવશે.

છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં સતત હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જાન્યુઆરીમાં એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકામાં એક સપ્તાહની અંદર ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સિનસિનાટીમાં એક ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો ,

અમેરિકામાં આવા ત્રણ કેસ નોંધાયા છે. એક કેસમાં 25 વર્ષના વિવેક સૈનીએ જીવ ગુમાવ્યો હતો. વિવેકે હાલમાં જ અમેરિકામાં એમબીએ પૂર્ણ કર્યું હતું. 16 જાન્યુઆરીના રોજ, તેણી પર નશાના વ્યસની જુલિયન ફોકનર દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં ફોકનર બેઘર હતો અને વિવેક સૈનીએ તેને ચિપ્સ, પાણી, કોક અને જેકેટ આપીને માનવતા દર્શાવી હતી. પરંતુ જ્યારે વિવેકે તેને જવાનું કહ્યું ત્યારે તેણે તેના પર હથોડી વડે હુમલો કર્યો અને વિવેકે જીવ ગુમાવ્યો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button